________________
જૈન તત્ત્વ પ્રકાશ
૨૯૬
મેલ ખાળવાને અને આત્માને અંકુશમાં રાખી ઉત્તમ માર્ગ તરફ વળવાને તપ એ માટે ઉપાય છે. હે જીવ ! તેં આ જગતમાં જેટલા ઉત્તમ ઉત્તમ પદાર્થ ખાવા યોગ્ય છે તે અનતી વાર ખાધા. એક, એ નહિ, પણ અનંત મેરુ પર્યંત થાય તેટલી ખાંડ અને મેટામાં મેટો સમુદ્ર-સ્વયંભૂરમણુ સમુદ્ર તેવા અનંત સમુદ્ર જેટલું દૂધ અને ઘી ખાધું તેા પણ તારું પેટ હજી ભરાયુ. નિ. હવે વિચાર કર કે, એ તુચ્છ વસ્તુએથી શું ઈચ્છા તૃપ્ત થવાની છે? એવું જાણી જ્ઞાનીજન અનેક પ્રકારની તપસ્યા આદરે.
કેટલાક કહે છે કે દયાધમી થઇને ભૂખ વગેરેનાં દુઃખ સહન કરી આત્માને શા માટે દુઃખ દે છે ? તેવાને કહીએ કે ભાઈ! તમે કડવાં એસડ લઈ ને પથ્ય પાળા છે તે એ ઔષધને અને પથ્યને દુઃખ માને છે કે સુખ ? જેમ એસડ કડવું લાગે છે અને પથ્ય પાળવુ પણ દુષ્કર ગણા છે પણ ભવિષ્યમાં તે સુખદાયક થાય છે. તે જ પ્રમાણે, તપ કરતી વખતે દુ;ખ લાગે છે પશુ ભવિષ્યમાં મહા સુખ આપનાર તે ઉત્તમ ચીજ છે. વળી, તપની સાથે શરીર પરના મમત્વને ત્યાગ કરી, આત્મ ભાવમાં રહેવાથી શરીરનું દુઃખ જણાતુ નથી, પણુ આત્મિક સુખને અનુભવ થાય છે.
કોઈ વળી એમ કહે છે કે, પાપ તે કાયા કરે છે અને તપ કરીને તે જીવને દુઃખી કરે છે એ કયાને ન્યાય ? એવા પ્રશ્ન પૂછનારને કહેવું કે ભાઈ ! તમે ઘીમાં રહેલા મેલને કાઢવા સારુ લાકડા કેમ બાળા છે ? જેમ લાકડાં બાળ્યા વિના ધીનેા મેલ ખળતા કે જુદો પડતા નથી અને થી શુદ્ધ થતુ' નથી તેમ દેઢુને તપથી તપાવ્યા વિના આત્મા શુદ્ધ થતે નથી. જેમ કાળા કેાયલા અગ્નિમાં તપાવ્યાથી બળીને તેની ધેાળી રાખ થઈ જાય છે તેમ મહા ઘેશ્વર પાપાથી કાળા થયેલા પ્રાણી પેાતાના આત્માને તપ રૂપી અગ્નિમાં ખાળી પવિત્ર થઈ જાય છે.
તપસ્વી પુરુષો મોટા મેાટા દેવ અને રાજાએ વગેરેને પૂજ્ય છે. તપના પ્રભાવે અનેક ચમત્કારી લબ્ધિએ તથા સિદ્ધિ મળે છે.