________________
૨૯૨
જેન તત્વ પ્રકાશ
લાગતું નથી, પણ એ પાણીને એક ઘડો ભરી લે છે કે તરત ઘડા જેટલા પાણીને ભાર લાગે છે. એને સાર એ છે કે સ્નાન વખતે સમુદ્રના પાણી ઉપર માલિકીરૂપી મમત્વભાવ (મારાપણું) ન હતું તે તેથી તેને જરા પણ ભાર લાગે નહિ, પણ જે એક ઘડે ભરી લીધે કે તરત જ ઘડામાંના પાણી પર મારાપણારૂપી માલિકી આવી અને તેથી તેને ભાર લાગે. બસ, આ સંસારમાં મારાપણું જ મહાદુઃખદાતા છે. હે પ્રાણી! તું જરા વિચાર કર, કે તારું પિતાનું આ જગતમાં કેણ છે?
પિતાનું તે જ કહેવાય કે જે આપણા હુકમ પ્રમાણે વર્તે, આપણે આજ્ઞા સદા ઉઠાવે. હવે જે કે તારું શરીર, જેને તું સૌથી પ્યારું અને તારું પોતાનું જ ગણે છે તે જ તારી પિતાની આજ્ઞા માનતું નથી. તું પિતે રેગ, ઘડપણ, નબળાઈ, વગેરેને જરા પણ ઈચ્છતે નથી, છતાં તારું શરીર તારી આજ્ઞા ન માની તેની સેબત કરે છે. તું તારા શરીરને માટે એમ કહે છે કે આ મારું શરીર, તારા માતાપિતા, એ જ શરીરને માટે કહે છે કે, મારો પુત્ર, તારાં ભાઈબહેન એમ કહે છે કે મારે ભાઈ, તારી વ્હાલી પત્ની કહે છે કે મારો પતિ, એ પ્રમાણે સર્વે સ્વજને તારા શરીરને “મારું મા? કહી બોલાવે છે. શરીર એક અને ધણી ઘણ!
હવે વિચાર કર કે આ શરીર કેવું છે? કહ્યું છે કે “ના ઘર તેરા, ના ઘર મેરા, ચીડિયાં રેન બસેરા હૈ.” ખરી વાત એ છે કે, આવું પ્યારામાં પ્યારું શરીર પણ તારું થતું નથી; તે ધન, કુટુંબ, વગેરે તે તારાં શી રીતે હોઈ શકે ? એવા એવા વિચારો અને ચિતવણા કરી સદા અમમત્વપણે રહે અને લઘુતા ગ્રહણ કરે. - સચ્ચે (સત્ય)–સાચ સૌને વહાલું લાગે છે. કોઈને આપણે જો કહીએ તે તેને ઘણું ખરાબ લાગે છે. જહું એવું ખરાબ છે છતાં દુનિયા એવી બૂરી ચીજોને શા માટે સ્વીકારતી હશે ? સત્યનાતિ પર ઘમ” સત્ય સમાન બીજો કોઈ ઉત્તમ ધર્મ નથી.