________________
૨૮૬
જૈન તત્વ પ્રકાશ
આ જગતમાં જે જે શુભ ગુણો છે તે સર્વને સમાવેશ ક્ષમામાં થાય છે. ક્ષમાએ તે સર્વ ગુણો ધારણ કર્યા છે. ક્ષમા વિના એકે સદ્દગુણ ટકે જ નહીં. તેટલા માટે કહેલું છે કે ક્ષમા સ્થાને ધર્મના ક્ષમા ધર્મનું સ્થાપન કરે છે અર્થાત્ ધર્મને રહેવાનું સ્થાન ક્ષમા છે. વળી કહેવું છે કે – “ક્ષમા તુલ્ય તો નારિત” ક્ષમાના જેવું બીજું એકે તપ નથી.
અધ્યાત્મ પ્રકરણમાં લખ્યું છે કે-૬,૬૦,૦૦૦,૦૦ ઉપવાસનું જે ફળ છે તેના કરતાં, સમર્થ છતાં એક ગાળ સમભાવથી સહન કરનારને વિશેષ ફળ મળે છે, એવું મહા લાભનું કારણ જાણી મુમુક્ષુ જનોએ ક્ષમાધર્મની આરાધના કરવી. શ્રી ઉપાધ્યાયજી મહારાજ મારૂપ સદાચરણ ધારણ કરી મોક્ષરૂપ અનંત સુખને મેળવે છે.
૨. મુત્તિનિર્લોભતા કદી તૃષ્ણાને વધારો થાય તે એ વિચાર કરે છે, જેટલી વસ્તુને તને સંજોગ મળવાનું છે એટલે જ મળશે. સંજોગ કરતાં વધારેની ઈચ્છા કરીશ તે ધાર્યો અર્થ સરસે નહિ, અને વધારામાં કર્મબંધનું કારણ થશે. વળી, જયાં વિશેષ સંપત્તિ છે ત્યાં વિશેષ દુઃખને વાસ છે. ૪
કહ્યું છે કે – “સંપત્તિ ત્યાં વિપત્તિ”. ચક્રવર્તી રાજા જેટલી અને દેવલેક જેટલી રિદ્ધિસિદ્ધિ મળી છતાં સંતોષ ન થયે, તો હવે માટીની ઝૂંપડીથી શી રીતે તૃષ્ણા મટવાની છે? સાધુને તે વિશેષ ઉપકરણ થાય તે વિહાર વગેરે સમયે ભારે કષ્ટ ઉઠાવવું પડે છે, વિશેષ ઉપકરણે હોય તે પડિલેહણ વગેરે કિયામાં ઘણે વખત જાય
* મુસલમાની ગીઝની વંશના સુલતાન મહમુદે સોળ વખત હિંદુસ્તાન ઉપર ચડાઇ કરી બહુ જ દ્રવ્ય લૂંટયું. વેરાવળના સોમનાથ મહાદેવના મંદિરમાંથી ૨૦ મણ જવાહીર, ૨૦૦ મણ સોનું, ૨૦૦૦ મણ ચાંદી અને અગણિત રોકડ નાણું લંટી ભેગું કર્યું હતું. જ્યારે મરવા પડયો ત્યારે ધનનો ઢગલો કરી તેના પર બેસી રહેવા લાગ્યો કે અરેરે ! ! આ તમામ ધનને છોડી હું તો જાઉં છું. આમાંથી એક કોડી પણ મારી સાથે નહિ આવે. એ પ્રમાણે વૃણા બહુ જ દુ:ખ દેનારી છે.