________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૨૮૫, વિચાર તે કર કે, તારા મહાન ધર્મપિતા શ્રી મહાવીરસ્વામી અનંત શક્તિઓના ધરનાર હોવા છતાં, દષ્ટિ માત્રથી સામા માણસને ભસ્મ કરી નાખે એવા હોવા છતાં, એ મહા સમર્થ પુરુષને ગેવાળિયાએ માર્યા ત્યારે તેમના ઉપર જરા પણ કોધ ન આયે, વળી, એમના પર
શાળાએ તેજલેશ્યા ફેકી કે જે તે પ્રભુએ છદ્મસ્થ હતા ત્યારે તેના તરફ શીતળતેશ્યા નખી તાપસને તેજુલેશ્યાથી બચાવી શીતળ કર્યો હતે, એ મહાન ધર્મપિતા શ્રી મહાવીર પ્રભુનું અનુકરણ તારે અવશ્ય કરવું જોઈએ.
જે વેર લેવા પૂર્ણ સમર્થ છે છતાં ક્ષમા કરે તેની જ બલિહારી છે. બાકી, નિર્બળ દશામાં નરકગતિ વગેરેમાં તે ન છૂટકે તે અશક્તિની ક્ષમા જ છે. એ ક્ષમા તે ખરી ક્ષમા નથી. ક્ષમાને ઉત્તમ અર્થ પણ એ છે કે સબળ છતાં વેર ન લેવું. એવી ક્ષમા ધારણ કરનાર મહાપુરુષે જ મેક્ષ મેળવે છે. વેર લેવું એ તે ઘણું સહેલું છે, માફી આપવી એ જ બહુ મુશ્કેલ છે.
આવા ઉત્તમ વિચારો કરી જ્ઞાની ક્ષમાવાન પુરુષ સાગર, ચંદન, ફૂલ, વૃક્ષ, નદી જે સદા રહે છે. દુઃખ દેનારને પણ સુખી કરે છે. તારા ક્ષણભંગુર શરીરના વિનાશથી બીજાઓને સુખ થતું હોય તે થવા દે. તું બીજાઓને સુખી દેખી સુખી થા એ જ ક્ષમા છે. અને એ જ ક્ષમા આ લેકમાં અને પહેલેકમાં પરમ સુખદાતા છે. સંસાર સાગર તારનારી, જ્ઞાનાદિ પરમ ગુણે ધારણ કરનારી, અનેક ગુણો પ્રગટાવનારી એક ક્ષમા જ છે. એવી ક્ષમા ચિંતામણિ, કલપવૃક્ષ, કામકુંભ, કામધેનું વગેરેથી પણ અતિશય સુખકારક છે. મનને પવિત્ર કરનાર શરીરનું માતા પ્રમાણે રક્ષણ કરનાર, જગતને વશ કરવામાં મહિનીમંત્ર બરોબર, એ ક્ષમા છે. ક્ષમાવંત પુરુષ કોઈનું પણ બૂરું ઈચ્છતું ન હોવાથી તેને કઈ પણ વેરી હોતા નથી. *
* “Forgiveness is the noblest revenge.” Matt V. 39. ક્ષમાં છે તે સર્વથી ઊંચા પ્રકારનું વેર છે.