________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૨૮૭
તેથી જ્ઞાન ધ્યાનમાં ઘણી ખામી આવે છે. ઉપકરણે ગૃહસ્થીને ઘેર તે રેખાય જ નહિ, કારણ કે મહા પ્રતિબંધ થાય છે તથા અનેક આરંભ લાગે છે. એવો વિચાર કરી સાધુને તે જેટલાં ઓછાં ઉપકરણ હેય તેટલું વિશેષ સુખનું કારણ છે.
જે સાધુઓ લાલચુ થઈ ગયા છે તેની એક કેડી જેટલી પણ કિંમત રહી નથી, તે બિચારા કોડી કેડીને વાસ્તે રખડે છે, છતાં તિરસ્કારને પાત્ર થાય છે. પણ જે સાધુ સંતોષી છે, અને સંગ્રહ કરતા નથી એવાને તે કઈ વાતની ખોટ નથી. આવા સાધુઓની આજ્ઞા થતાં અનેક ધર્મકાર્ય નીપજે છે.
સંતે નરં વન” સંતોષી જન, નંદનવનમાં રમણ કરનારા દેથી પણ વિશેષ સુખી છે. એવો વિચાર કરી જે વસ્તુ મળી છે એના પર પણ મમત્વ ન રાખવું. જે સરખા સહધમી સાધુને જગ મળે તે તેવાને આમંત્રણ કરે કે હે કૃપાસિંધ ! મારા ઉપર કૃપા કરી વસ્ત્ર, પાત્ર, આહાર, વગેરે છે તેમાંથી આપની ઈચ્છા હોય તે ગ્રહણ કરી મને પાવન કરે ! જે તેઓ ગ્રહણ કરે છે એમ માને કે આજ હું કૃતાર્થ ને પાવન થયે. એટલી વસ્તુ મારી લેખે લાગી. આ જ મારાં ધન્ય ભાગ્ય ! આ જ મારી ધન્ય ઘડી! એ પ્રમાણે પિતાને ધન્ય માને એવી નિર્લોભી, નિમમત્વવાળી દશા ધારણ કરવાથી આ ભવમાં સર્વ ઈચ્છિત વસ્તુ મળે છે તથા સર્વમાન્ય થવાય છે અને પરભવમાં મોક્ષગામી થવાય છે. આ પ્રમાણે મુત્તિ—ધર્મની આરાધના 'ઉપાધ્યાયજી કરે છે.
૩. અજવ (સરળતા નિકપટપણું)–કહ્યું છે કે ( ૩ નુ ધર્મ ? તજેનામાં સરળતા હશે તે જ ધર્મ ધારણ કરી શકશે. એવું જાણી જેવું બહાર તેવું જ અંદર રાખો. બની શકે તેટલી શુદ્ધ ક્રિયા કરવી. જો શક્તિ ન હોય તે સાફ કહી દે કે મારા આત્માની નબળાઈ છે, હું બરાબર સંયમત્રત પાળી શકતું નથી. જે દિવસે હું વિતરાગ પ્રભુની આજ્ઞાનું યથાતથ્ય આરાધના કરીશ તે જ દિવસ મારો પરમ કલ્યાણકારી છે.