________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૨૮૯ (૧) જાતિનું અભિમાન આવે તે વિચાર કરે કે હે જીવ! તું અનંતી વાર ચંડાળ વગેરે નીચ જાતિમાં જન્મ ધારણ કરી અનેક ખરાબ કામે કરી આવ્યું છે, તે બધું ભૂલી હવે શું બડાઈ મારે છે?
(૨) કુળનું અભિમાન આવે તે વિચારવું કે, હે જીવ! તું અનેક વાર વર્ણશંકર કુળમાં જન્મ ધારણ કરી, અનેક દુરાચાર સેવી આખા જગતથી તિરસ્કારપાત્ર થઈ હવે અહીં આવ્યો છે.
(૩) બળનું અભિમાન આવે તે વિચારે કે તીર્થકર, ચક્રવર્તી અને વાસુદેવ જેવાના બળ આગળ તારું બળ કઈ ગણત્રીમાં છે ! વળી, તું અનેક વાર કીડી કંથવા જેવાં નિર્બળ પ્રાણીરૂપે ઊપજી આવ્યો છે તેને જરાક વિચાર કર.
(૪) લાભનું અભિમાન આવે તે વિચારે તે લબ્ધિવંત મુનિ રાજની આગળ તારે લાભ ખડના તણખલા બરાબર નથી. તું તે શું મેળવી શકવાને હતું?
(૫) રૂપનું અભિમાન આવે તે વિચારે કે ઔદારિક શરીરમાં અનેક રંગ ભર્યા છે, તે તારા રૂપને વિનાશ થતાં વાર નહિ લાગે. શ્રી તીર્થકર મડારાજ કે જેઓ ૧૦૦૮ ઉત્તમ લક્ષણને ધણી છે અને જેની આગળ સ્વર્ગના ઈંદ્રનું તેજ પણ સૂર્યની પાસે ઘરના દીવા જેવું લાગે છે, તે શ્રી તીર્થકર પ્રભુના રૂપ આગળ તારું રૂપ કે ગણતરીમાં છે ? વળી, તું ડુકકર, ધાન, પાડો, કાગડે, વગેરે પ્રાણીરૂપે હતા ત્યારે તારું રૂપ ક્યાં ગયું હતું ?
(૬) તપનું અભિમાન આવે તે એમ વિચારે કે શ્રી મહાવીર પ્રભુએ જે તપશ્ચર્યા કરી તેની અપેક્ષાએ તારું તપ તે સાગર પાસે ટીપા બરાબર છે. શ્રી મહાવીર પ્રભુ સાડાબાર વર્ષ ને પંદર દિવસ છદ્મસ્થપણે રહ્યા, તેમાં એક છમાસી તપ, એક છમાસમાં પાંચ દિવસ ઓછા એ અભિગ્રહ તપ, ચોમાસી તપ નવ, ત્રણમાસી તપ બે, બેમાસી તપ છે, અઢી માસી તપ છે, અર્ધા માસને તપ તેર વાર, ભદ્ર, મહાભદ્ર, અને શિવભદ્ર પડિમાં અનુક્રમે સળ, પંદર અને સોળ દિવસની, બારમી ૧૯