________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૨૬૭
રસનું લેહી થાય છે. એમ ચાર ચાર દિવસે એકેક ધાતુ બનતાં બનતાં છેવટે ૧ મહિને છેલ્લે ધાતુ શુક (વીર્ય) બને છે. શરીરમાં સાત ધાતુ. છે. (૧, ૨, ૩) જીભને, નેત્રને અને ગળાને મેલ અને રસ, (૪) કાનને મેલ ને માંસ, (૫) વીસ નખનાં હાડકાંની ઉપધાતુ, (૬) આંખના ગીડ મીજીની ધાતુ, (૭) માં ઉપરની ચીકણાશ-શુકની ઉપધાતુ માંસરૂપ જે ધાતુ છે તેને “વસા” તથા “ઓજ' કહે છે. એ માંસ ઘી જેવું ચીકણું, આખા શરીરમાં સર્વ ઠેકાણે રહેલું, શીતળ અને પુષ્ટિકારક બળવાન છે.
ચામડાની સાત જાત છે. (૧) ભામિની એટલે ઉપલી ચામડી. તે ચીકણી છે અને શરીરને શેભાવનારી છે. (૨) લાલ રંગની ચામડી એમાં તલ આર્ય પેદા થાય છે. (૩) શ્વેત એટલે ધળી ચામડી, તેમાં ચર્મ રળ પેદા થાય છે. (૪) તાંબાના રંગ જેવી ચામડી, એમાં કોઢ રેગ પેદા થાય છે. (૫) છેદની ચામડી, એમાં સોળ પ્રકારના રોગ. પેદા થાય છે. (૬) રહિણી નામે ચામડી, એમાં ગૂમડાં, ગંડમાળ, વગેરે રોગ પેદા થાય છે. (૭) સ્થળ ત્વચા, એમાં વિદ્રધિ પેદો થાય છે.
ત્રણ દોષનું સ્વરૂપ- (૧) વાત (વાયુ), (૨) પિત્ત, (૩) કફ. એ ત્રણને કેટલાક ત્રણ દેવ કહે છે અને કોઈ ત્રણ મેલ કહે છે. તેનું વિવેચન (૧) વાયુ-શરીરમાં સર્વ ઠેકાણે વસ્તુઓના વિભાગ કરવાનું કામ વાયુ કરે છે. એ વાયુ, સૂફમ, શીતલ, હલક અને ચંચળ છે. જે વસ્તુ ખાવામાં આવે છે તેને એ વાયુ તરફથી નળીઓ મારફતે ગ્ય ઠેકાણે પહોંચાડવામાં આવે છે.
એ વાયુનાં પ સ્થાન છે (૧) મળનું સ્થાન, (૨) કઠો એટલે પટ, (૩) અગ્નિસ્થાન, (૪) હૃદય, (૫) કંઠ. એ પાંચ સ્થળે વાયુ. રહે છે. (૧) ગુદા (મળદ્વાર)માં રહેનાર વાયુને અપાન વાયુ કહે છે. (૨) નાભીમાં રહે છે તે વાયુને સપાન વાયુ કહે છે. (૩) હૃદયમાં રહે છે તે વાયુને પ્રાણવાયુ કહે છે. (૪) કંઠમાં રહે છે. તે વાયુને ઉદાન વાયુ કહે છે. (૫) શરીરમાં સર્વ સ્થળે રમી રહેલ છે તે વાયુને વ્યાન વાયુ કહે છે.