________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૨૬૫
માન આપે, આપણું આજ્ઞામાં રહે અને જી, જી કહી હુકમ ઉઠાવે. મતલબ પૂરી થઈ કે પછી કઈ કઈનું નથી. એવી ભાવના શ્રી નમિરાજ ઋષિએ ભાવી હતી.
શ્રી મિથિલા નગરીમાં શ્રી નમિરાજને એક વખતે દાહવર (શરીરમાં અગ્નિ વ્યાપે તેનો રંગ પેદા થયે. એ રેગની શાંતિને માટે એમની ૧૦૦૮ રાણીઓ બાવના ચંદનનું લાકડું ઘસીને પિતાના વહાલા પતિના શરીરને ચોપડતી હતી. તે વખતે તે રાણીઓના હાથમાં પહેરેલાં અનેક કંકણ (ચૂડીઓ)ને ખડખડાટ કાનમાં પડવાથી શ્રી નમિરાજને વિશેષ દર્દ થવા માંડ્યું. વિચક્ષણ રાણીઓએ દર્દને ભેદ સમજી પિતાના હાથમાંનાં તમામ કંકણ કાઢી નાખી ફક્ત મંગળની નિશાની માટે એકએક કંકણ હાથમાં રાખી બાવન ચંદન ઘસવા લાગી. કંકણને અવાજ બંધ થવાથી શ્રી નમિરાજે પૂછ્યું કે પહેલાં બહુ ખડખડાટ થતું હતું અને હવે કેમ નથી થતું? રાણીઓએ સાચેસાચી વાત કરી દીધી.
અનેકથી ગડબડ પણ એકથી નહિ, એ વાત ઉપર વિચાર કરતાં કરતાં વૈરાગ્ય ઉત્પન્ન થયે અને નિશ્ચય કર્યો કે ઓહો ! હું આ બધાંના સંજોગમાં રહ્યો છું તે જ દુઃખી છું. એ વિચાર થતા રોગ શમી ગયે, અને નિદ્રા આવી ગઈ. નિદ્રામાં સ્વપ્ન આવ્યું, તેમાં સાતમું દેવલેક દીઠું. એ દેવલેક દેખતાં આંખ ઊઘડી ગઈ. જાગૃત દશામાં પાછા એ જ વિચાર ઉપર ચડ્યા, તરત જાતિ-સ્મરણ જ્ઞાન થયું. પુત્રને રાજ આપી ચારિત્ર લઈ, વનવાસ સ્વીકાર્યો. | શ્રી નમિરાજ જેવા ઉત્તમ રાજાને વિયોગ થતાં સર્વ પ્રા, એ વિગ-દુખથી ગભરાઈને વિલાપ કરવા લાગી. એ વિલાપ સાંભળી શકેંદ્રને દયા આવી.
નમિરાજ ષિના ચારિત્રબળની–દઢતાની પરીક્ષા લેવા માટે શક એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ કહ્યું કે અહે રાજર્ષિ !