________________
પ્રકરણ ૪થું : ઉપાધ્યાય
૨૬૩. સોનાની એક પિલી પૂતળી બનાવી. મલ્લિકુંવરી ભજન કરે ત્યારે તે. પૂતળીના માથા ઉપરનું ઢાંકણું ઉઘાડી તેમાં હંમેશાં ભેજનને એક ગ્રાસ (કેળિય) નાંખી પાછું ઢાંકણું બંધ કરી દેતાં. એક વાર છ દેશના રાજાઓ મલ્લિકુંવરીને મહારૂપનો મહિમા સાંભળી લશ્કર લઈ મિથિલા નગરીમાં આવ્યા. કુંભ રાજા પાસે માંગણી કરી કે તમારી પુત્રી અમને પરણ. કુંભ રાજા ચિંતામાં પડ્યો કે છ રાજામાંથી કેને મલ્લિકુંવરી પરણાવું ને કેને નહિ ?
પિતાની ચિંતા સાંભળી મલ્લિકુંવરીએ કહ્યું, પિતાજી! આપ ચિંતા. ન કરશો. હું એ રાજાને સમજાવી દઈશ. પછી મલ્લિકુંવરીએ છીએ રાજાને જુદા જુદા તેડાવી મેહનઘરની છે કેટડીઓમાં જુદા જુદા પૂરી તે કોટડીઓ બંધ કરી દીધી. કેટરીની જાળીમાંથી છએ રાજા વચમાં રહેલી પૂતળીનું રૂપ જોઈ તેના પર અત્યંત મેડિત થયા છે એવું મલ્લિકુંવરીએ જાણ્યું કે તરત જ એ પૂતળીનું ઢાંકણું ઉઘાડી નાખ્યું. આ પૂતળીમાં ઘણે વખત થયાં રાંધેલું અનાજ નાંખવામાં આવતું તેથી તે ભારે દુર્ગધી સડી ગયેલા ધાનની નીકળી.
આ દુર્ગધથી છએ રાજા અકળાઈ ગયા એટલે મલ્લિકુંવરીએ ત્યાં આવીને કહ્યું કે હે નરેદ્રો ! જે પિલી પૂતળીને જોઈને તમે સૌ મેડિત થયા હતા તેને જ દેખતા હવે ગભરાઓ છો શા માટે ? સેનાની પૂતળીમાં જ ભેજનને ગ્રાસ નાંખવાથી આવી દુર્ગધ નીકળી, તે આ મારા શરીરરૂપી હાડ, માંસ, ત્વચાવાળી પૂતળીમાં તે. રેજ અનેક ગ્રાસ (કેબિયા) અનાજ પડે છે તેથી દુર્ગધી કેટલી હશે ? આવી દુર્ગન્ડીના ભંડારરૂપ કેથળી જેઈને શું મેડિત થાઓ છે ?" તમારા પાછલા ભ યાદ કરે. ત્રીજે ભવે હું મહાબલ રાજા હતું, અને તમે છે મારા મંત્રીઓ હતા, આપણે સાતે જણે દીક્ષા લીધી હતી. એ દીક્ષાના સમયમાં મેં ધર્મના કામમાં કપટ કરેલું તેથી હું તમે જુઓ છે તેમ સ્ત્રીને અવતાર પામી છું. સંસારનું સ્વરૂપ તે વિચારે ! તમે મને પરણવા તૈયાર થયા છે ! ! ધિકાર છે આ સંસારને !