________________
૨૬૨
જૈન તત્ત્વ પ્રકાશ | બધાને થાકી ગયેલાં જોઈ, મેં મારા મન સાથે વિચાર કર્યો કે, જે હું આ વેદનામાંથી છૂટું, અને મારું દુઃખ દૂર થઈ જાય તે તરત જ આરંભ પરિગ્રહના ત્યાગી, શાંત-દાંત એવા મુનિના પદને સ્વીકાર કરું. આટલે નિશ્ચિત વિચાર કર્યો કે તરત જ મારી વેદના અદશ્ય થઈ ગઈ. પછી કુટુંબીજનેની આજ્ઞા લઈ મેં દીક્ષા ગ્રહણ કરી અને ફરતે ફરતે અહીં આવ્યો છું.
આ વૃત્તાંત સાંભળીને શ્રેણિક રાજાને અનાથ-સનાથપણાનું રહસ્ય જાણવામાં આવ્યું અને બૌદ્ધ ધર્મને ત્યાગ કરી જૈનધર્મ સ્વીકાર્યો. મુનિને ભેગનું નિમંત્રણ કરેલું તે માટે ક્ષમા યાચી સ્વસ્થાનકે ગયે. અનાથી નિગ્રંથ પણ વિશુદ્ધ કરણી વડે કર્મને ક્ષય કરી મેક્ષમાં ગયા. આ કથન શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને ૨૦ મા અધ્યયનમાં છે.
૩. સંસાર ભાવના એ વિચાર કરે કે હે જીવ! અનંત જન્મ-મરણ કરી તે સર્વ સંસારમાં ભટ. વાળની અણી જેટલે આ જગતને ભાગ તારા જન્મ-મરણ વિનાને ખાલી નથી. વળી, હે જીવ! તે સર્વ જી સાથે સર્વ જાતનાં સગપણ કર્યા. જેની તું માતા હતે તેની તું સ્ત્રી થયે, એટલે માતા મરીને સ્ત્રીરૂપે થયે, અને વળી સ્ત્રી તરીકે મરીને પાછો માતારૂપે થયે. એ જ પ્રમાણે, જ્યાં તું પિતા હતે ત્યાં તું પુત્ર થયો અને પુત્ર હતું ત્યાં પિનાપણે ઊપજે. આ પ્રમાણે પરસ્પર સર્વ જાતનાં સગપણે અનંતીવાર તું કરી આવ્યું.
આ બાબતને સૂક્ષ્મ વિચાર કરીએ તે જગતવાસી સર્વ જીવે આપણું સ્વજન છે. આ ભાવના શ્રી મલ્લિનાથના છ મિત્રેએ ભાવી હતી.
શ્રી મિથિલા નગરીના કુંભ નામે રાજાની પ્રભાવતી નામે રાણીની કૂખે મલ્લિકુંવરી નામે પુત્રી અવતરી. મલ્લિકુંવરી ત્રણ જ્ઞાન સહિત હતાં. એ મલ્લિકુંવરીએ એક મેહનઘર (મન હરણ કરે એ બંગલે) બનાવ્યું, જેની બરોબર વચમાં પિતાના જેટલી જ મેટી અને રૂપાળી