________________
૨૬૧
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
મુનિ મહાત્માએ જવાબ દીધું કે હે રાજન, હું અનાથ છું.
આ જવાબ સાંભળી શ્રેણિક રાજાને તેમના પર દયા આવી અને કહેવા લાગ્યા કે આ૫ અનાથ હે તે આપને નાથ હું બનીશ. ચાલે, મારા રાજદરબારમાં. ત્યાં હું મારી હાલી કન્યા પરણાવીશ અને રાજ્ય આપી સુખી કરીશ.
શ્રી અનાથી મુનિ મહાત્માએ કહ્યું કે હે રાજન ! તું પોતે જ અનાથ છે તે બીજાને નાથ તું શી રીતે થઈ શકશે ?
આ વચન સાંભળી રાજા ઘણો દીલગીર થયે અને કહેવા લાગે કે જેની આજ્ઞામાં તેત્રીસ હજાર હાથી, ઘોડા, રથ છે, તેત્રીસ કેડ પાયદળ છે, પાંચસો રાણી છે અને એક કરોડ એકોતેર લાખ ગામ છે, એવી રિદ્ધિવાળા મને, આપ અનાથ કહે છે તે આપને મૃષાવાદને દોષ શું નહિ લાગે ?
શ્રી અનાથી મુનિએ જવાબ આપ્યો કે હે રાજન ! તું અનાથસનાથને ભેદ સમજી શકે નથી. સાંભળ,
હું કૌશાંબી નામે નગરીના પ્રભતધન સંચય નામે શેઠને પુત્ર છું. એક દિવસ મારા શરીરમાં ઈંદ્રના વજના પ્રહાર જેવી અતિ આકરી મહાવેદના ઉત્પન્ન થઈ. એ વેદના કોઈ પણ ઉપાયે શાંત ન થઈ. ઘણાં ઘણું વૈદ્ય, મંત્ર, તંત્ર, વાદી, પોતપોતાના શાસ્ત્રમાં ઘણા જ કુશળ એવા મારી વેદના મટાડવા આવ્યાં અને ઔષધ, ઉપચાર, પથ્ય, યત્ન, વગેરે તમામ કરી ચૂક્યાં, પણ રોગ શ નહિ.
મને પ્રાણથી અધિક પ્યારે ગણનારા મારાં સર્વ સ્વજન હતાં, તે સૌ તન અને ધનથી મહેનત કરી કરીને થાકી ગયાં, પણ કોઈ દુખ મટાડી શકયું નહિ. મારી મરજી પ્રમાણે જ ચાલનારી અને મને સદા રાજી રાજી રાખનારી એવી મારી પતિવ્રતા સ્ત્રીઓએ મારી પીડાના દુઃખથી દુઃખી થઈ, ભજન અને સ્નાનને ત્યાગ કર્યો, અને રાતદિવસ ચિંતાતુર રહી મને રોગરહિત જેવા ઈચ્છતી એવી મારી સ્ત્રીએ પણ મારું દુખ મટાડી શકી નહિ.