________________
પ્રકરણ ૪ થું” : ઉપાધ્યાય
૨૫૯
૧૨ ભાવના
૧. અનિત્ય ભાવના-એમ ચિતવે કે આ જગતમાં ગામ, ગઢ, બગીચા, કુવા, વાવ, મહેલ, હવેલી, દુકાન, પશુ, પક્ષી, ઘરેણાં, અનાજ, ઇત્યાદિ સર્વ વસ્તુ અનિત્ય છે. પણ હે જીવ! તુ અજ્ઞાન દશામાં મૂત થઈ ને એ સવ વસ્તુને શાશ્વતી (સદાકાળ રહેનારી) માની બેઠો છે. ખીજા જડ પદાથેાંની ટાપટીપ કરી શરીરને અને ઘરને શણગારી તુ હુ'મેશા ખુશી થયા કરે છે, પણ પર પુગળાથી કરેલી શાભા દાપિ એકસરખી રહેનારાં નથી. આવી ભાવના શ્રી ભરતેશ્વર ચક્રવતી એ ભાવી હતી.
શ્રી ઋષભદેવજીના પુત્ર અને સુમગળા રાણીના જાયા, શ્રી ભરતેશ્વર ચક્રવતી રાજા હતા. તેમની રાજધાની વિનતા નગરી હતી. એક દિવસે શ્રી ભરત મહારાજા સેાળ શણગાર સજી પેાતાના અરીસા ભુવન (કાચના મહેલ)માં પેાતાના શરીરનું પ્રતિબિંબ જોતા હતા. એવામાં હાથની ટચલી આંગળીમાંની મુદ્રિકા (વીટી) નીકળી પડી. તેથી તે આંગળી ઘણી ખરામ લાગવા માંડી. એ વાત ઉપર વિચાર કરતાં શ્રી ભરત મહારાજા આશ્ચર્ય પામ્યા અને પેાતાના શરીર ઉપરનાં એકેક આભૂષણ તથા વસ્ત્ર અનુક્રમે ઉતારતાં ઉતારતાં નગ્નસ્વરૂપ થઈ ઊભા રહ્યા, અને પેાતાના મનને કહેવા લાગ્યા કે જો, તારુ રૂપ તે આવું જ છે, ફક્ત પારકા પદાર્થોના ઠાઠમાઠથી તારી શેાભા હતી. એ પારકા પદાર્થા (પર પુદગળા) તા તારા છે જ નહિ. એ પર-પુદગળેા તા વિનાશી છે અને તુ (આત્મા) તે! અવિનાશી છે. એ પ્રમાણે બન્નેની ભિન્ન ભિન્ન પ્રકૃતિ છે, તેા પછી તારી ને તેની પ્રીતિ શી રીતે ટકી રહેશે !
* બાકીનાં શાસ્ત્રાને ઉધઈએ ખાધેલા. આ કારણે સ્થાનકવાસી જૈને ૩૨ શાસ્ત્રોને સર્વાશે માને છે. બાકીનાં શાસ્ત્રામાંથી જે ઉપર્યુકત ૩૨ સુત્રાથી અવિરુદ્ધ કથન હોય તેને માનવામાં કોઈ હરકત નથી. શ્રી નંદી સુત્રમાં કહેલાં નામેા પૈકી એ જ નામનાં કેટલાંક સુત્રા આજે મળી આવે છે, પરંતુ તેમાં પૂર્વાપર વિરોધ હોવાથી આ સૂત્ર વિશ્વસનીય નથી.