________________
જૈન તત્ત્વ પ્રકાશ
૨૫૮
થઈ ગયું. સાધુની ૧૨ ડિમાઃ તેનું વર્ણન કાયકલેશ તપમાં થઈ ગયું. પ ઇંદ્રિયનિગ્રહ કરવાનું કથન પ્રતિસ'લીનતા તપમાં થયું. ૨૫ પ્રતિલેખનાનુ વર્ણન ચેાથી સમિતિમાં થયું. અને ૩ ગુપ્તિનુ કથન ચારિત્રાચારમાં થઈ ગયુ છે. એટલે બાકી રહેલ ૧૨ અભિગ્રહનુ વર્ણન અહી કરવામાં આવે છે.
ભાવના અને ૪
વળી, ૧. કયિા, ૨. ચૂલ કલ્પ સૂર્ય, ૩. મહા કલ્પ સૂર્ય, ૪. મહાપન્નવણા, ૫. પમ્માય પમાય, ૬. પારસી મંડળ, ૭. મંડળ પ્રવેશ, ૮. વિઘાચરણ વિણિ૭, ૯. જાણ વિભક્ત્તિ, ૧૦. મરણ વિભક્ત્તિ, ૧૧. આય વિસાહી, ૧૨. સંલેહણા સૂર્ય. ૧૩. વીયરાય સૂર્ય, ૧૪. વિહારકપ્પા, ૧૫ ચરણ વિસેાહ......... એ ૧૫ ઉત્કાલિક સૂત્રી પણ હાલ છે નહિ, પરંતુ એના નામને મળતાં બીજા સૂત્રો હાલ જોવામાં આવે છે, તે અર્વાચીન કાળના આચાર્યોએ બનાવ્યાં હશે એમ માલૂમ પડે છે. દાખલા તરીકે—
ચંદ્રવિજય પયત્નોમાં એક ગાથા છે :
उज्जेणीए नयरीए, आवंती नामेण विस्सुओ । सुसाण माझियरा था ||
आसी पाउवग्ग पवान्नो,
આ ગાથામાં કહેલા આવતીસુકુમાર તે પાંચમા આરામાં થયા છે, એટલે આ સૂત્રને પ્રાચીન કેવી રીતે માની શકાય ? વળી, મહાનિશીથ સુત્ર હાલ ઉપલબ્ધ છે તે શ્રી હરિભદ્ર, શ્રી સિદ્ધસેન, વૃદ્ધવાદી, પક્ષસેન, દેવગુપ્ત, યશેાધર, વિગુપ્ત અને સ્કંદિલાચાર્ય એ આઠ આચાર્યના બનાવેલાં કહેવાય છે. યદ્યપિ આ બધા આચાર્યો સમકાલીન નથી, તથાપિ જ્યારે જ્યારે થયા ત્યારે ત્યારે તેઓએ તેમાં અધ્યયનોની વૃદ્ધિ કરી એવા એમના લેખથી જ ભાસ થાય છે. જેમ કે એક સ્થળે લખ્યું કે: બે મુહુપત્તી રાખનાર સાધુ મરીને જળ–મનુષ્ય થઈ ઘંટીમાં પિલાયા અને બીજે સ્થળે લખ્યું છે કે: સાધુને મૈથુનની પ્રબળ ઇચ્છા થાય તે તેણે અમુક ઉપાયથી દ્રવ્ય પ્રાપ્ત કરી તે પૂર્ણ કરવી.’ વળી, એક સ્થળે લખ્યું છે કે—કમળપ્રભ આચાર્યે પ્રથમ શુદ્ધ પ્રરપા કરીને તીથંકર ગેાત્રનાં દલિક એકત્ર કર્યા અને પછી મંદિર બનાવવાના ઉપદેશ કરવાથી અનંત સસારી થયાં અને બીજે સ્થળે લખ્યું છે કે-‘મંદિર પર ઝાડ ઊગ્યાં હોય તે સાધુ યતનાથી તેને કાપી નાખે, આવાં પરસ્પર વિરોધી વચના તથા વ્રતખંડનના ઉપાયો જેમાં બતાવ્યા હોય તે શાસ્ત્ર કેવી રીતે પ્રમાણભુત માની શકાય ?
આ ઉપરાંત, શંકરાચાર્યે તથા મુસલમાન બાદશાહોએ પણ જૈનશાસ્ત્રોને ઘણું નુકસાન પહોંચાડયું છે. આથી જૈન-શાનની ભારે હાનિ થઇ છે. વિ. સંવત ૧૫૦૦ આસપાસ પડેલા બીજા મહાદુષ્કાળ વીત્યા બાદ (ગુજરાત)ના ઉપાશ્રયના જૈન જ્ઞાનભંડારમાંથી ૩૨ શાસ્ત્ર અખંડિત નીકળ્યાં.
અમદાવાદ