________________
૨૬૦
જૈન તત્તવ પ્રકાશ
હે આત્મન ! જે તું એની સાથે વધારે પ્રીતિ કરીશ તે તારે જરૂર રેવું પડશે. તારા દેખતાં એ વસ્તુને નાશ થશે તે તું પશ્ચાત્તાપ કરીશ કે હાય રે! મારી અમુક અમુક પ્યારી ચીજે કયાં ગઈ? જે તું એ વસ્તુઓને છોડી જતો રહીશ તે પણ તું રેવા માંડીશ કે હાય રે
હું આ બધી સંપત્તિઓ છોડી એકલે જાઉં છું.” આ પ્રમાણે આ મામલે ખરેખર વિચિત્ર હેવાથી તારી પિતાની છતી શક્તિ છે ત્યાંલગી આ બધી નાશવંત ચીજો જેને તું માલિક છે એમ માની બેઠો છે, તેને ખુશીથી ત્યાગ કરી ચાલી નીકળ અને સુખી થા. એ પ્રમાણે શ્રી ભરતેશ્વર મહારાજ વિચાર પર ચડયા અને વિચારતાં વિચારતાં તરત ત્યાં જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે જ વખતે શ્રી જૈન શાસનના રક્ષક દેવતાએ આવી સાધુવેશ, રજોહરણ, મુહુપત્તી આદિ સમર્પણ કર્યા, તરત દીક્ષા લઈ સભામાં આવી પ્રતિબોધ કરતાં, ૧૦ હજાર મેટા મોટા રાજાઓ દીક્ષા લેવા તૈયાર થયા. તે સૌને દીક્ષા દઈ જનપદ દેશમાં વિહાર કરી કર્મને ક્ષય કરી તે જ ભવે મોક્ષે પધાર્યા.
૨. “અશરણ ભાવના”—એ વિચાર કરે કે જીવ! આ જગતમાં તને શરણ (આધાર આપનાર) કેઈ છે જ નહિ. બધાં સગાંવહાલાં સ્વાર્થનાં જ સેબતી છે. સ્વાર્થ ન હોય તે તે તમામ તારાં સગાં છે જ નહિ. જ્યારે કર્મના ઉદયે તારા પર દુખ આવી પડશે ત્યારે તને સહાય કરવા કેઈ પણ માણસ ઊભું રહેશે નહિ. તારી દિલગીરી, તારે રેગતારા પરની આફત, તારી ગરીબાઈ, વગેરે બધાં દુઃખમાં કઈ ભાગ પડાવશે નહિ. આ અશરણ ભાવના શ્રી અનાથી નિગ્રંથ મહાત્માએ ભાવી હતી.
એક વખત રાજગૃહી નગરીના શ્રેણિક રાજા હવા ખાવા સારું પિતાના મંડિકક્ષી નામના બગીચામાં ગયા, ત્યાં એક ઝાડ નીચે અતિ સુંદર ને મને હર રૂપવાળા, શાંત, દાંત અને ધ્યાનસ્થ મુનિનું રૂપ જોઈ અતિ આશ્ચર્યની સાથે વંદન કરી શ્રેણિક મહારાજ પૂછવા લાગ્યા કે, હે મહાનુભાવ મહાત્મન્ ! આપ આવી ભરજુવાન અવસ્થામાં સાધુ શા માટે થયા ?