________________
૨૬૮
જૈન તત્વ પ્રકાશ
વાયુ-પ્રકૃતિવાળાનાં લક્ષણે-માથાના વાળ ટૂંકા, રૂક્ષતાને લીધે શરીર દુખવું, મન ચંચળ અને બેલવામાં વાચાળ હોય છે. વાયુપ્રકૃતિવાળાને આકાશમાં ઊડવાનાં સ્વપ્ન આવે છે. એ પ્રકૃતિવાળાને રજોગુણી કહે છે. (૨) પિત્ત-એ ગરમ, પાતળું, પીળું, કડવું, તીખું, અને દગ્ધ હોવાથી ખાટું થઈ જાય છે. એ પિત્ત શરીરમાં પાંચ સ્થળે રહીને પાંચ પ્રકારના ગુણો પેદા કરે છે. (૧) આશયમાં તલ જેટલું અગ્નિ થઈને રહે છે. એ અગ્નિ પાંચ પ્રકારની અસર પેદા કરે છે. (૧) મંદાગ્નિથી કફ થાય છે. (૨) તીણ અગ્નિથી પિત્ત થાય છે. (૩) વિષમ અગ્નિથી વાત થાય છે. (૪) સમ અગ્નિ સારે. (૫) વિષમ અગ્નિ નઠારો. (૨) ત્વચામાં (ચામડીમાં) પિત્ત રહીને સુંદરતા ઉપજાવે છે (૩) નેત્રમાં પિત્ત રહીને વસ્તુઓ દેખાડે છે. (૪) પ્રકૃતિમાં પિત્ત રહીને ખાધેલી વસ્તુઓને પચાવી તેમાંથી રસ ને લેહી બનાવે છે. (૫) હૃદયમાં પિત્ત રહીને બુદ્ધિ ઉત્પન્ન કરે છે.
બુદ્ધિનાં પાંચ નામે છે. (૧) પાચક, (૨) જંજક, (૩) રંજક, (૪) એલચક, (૫) સાધક, પિત્તપ્રકૃતિવાળાનાં લક્ષણ-જુવાનીમાં ધેળા વાળ થાય, બુદ્ધિમાન હોય, પરસેવે ઘણો આવે, ક્રોધ હોય, અને સ્વપ્નમાં તેજ ભાળે, પિત્ત પ્રકૃતિવાળાને તમોગુણી કહે છે. (૩) કફ એ ચીકણે, ભારે, ઠંડ અને મીઠે હોય છે, દગ્ધ થાય તે ખારો થઈ જાય છે.
એને રહેવાનાં પાંચ સ્થાન છે. (૧) આશયમાં, (૨) મસ્તકમાં, (૩) કંઠમાં, (૪) હૃદયમાં, (૫) સંધિમાં, એ પાંચ ઠેકાણે કફ રહીને સ્થિરતા તથા કમળતા પેદા કરે છે. એનાં પાંચ નામ છે (૧) કલેદન (૨) સ્નેહન, (૩) એષણ, (૪) અવલંબન, (૫) ગુરુત્વ.
કફ પ્રકૃતિવાળે ગંભીર અને મંદ બુદ્ધિ હોય છે. તેનું શરીર ચીકણું અને કેશ બળવાન હોય છે. સ્વપ્નમાં પણ દેખે છે. કફપ્રિકૃતિવાળાને સત્ત્વગુણ કહે છે.
શરીરમાં માંસ, હાડકાં અને મેદ એને બાંધનારી જે જે નસે છે તેને સ્નાયુ કહે છે. આ શરીર હાડકાને આધારે ઊભું રહે છે. એ હાડકાને સનાયુને આધાર છે.