________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૨૭૫ ૧૦. લોક સંસ્થાન ભાવના-એ વિચાર કરે કે, આ લેકનું (જગતનું) શું સંડાણ એટલે આકાર છે? આ લેકનું સંડાણ ટ્રી કરવાના ત્રણ કેડિયાંના જેવું છે. (લેકના સંઠાણનું વિગતવાર વર્ણન બીજા પ્રકરણમાં આવી ગયું છે). એ લેકભાવના શિવરાજ ત્રીશ્વરે ભાવી હતી.
બનારસી નગરીની બહાર ઘણા તાપસ હતા, તેમાં જબરી -તપશ્ચર્યા કરનાર શિવરાજ નામે એક તાપસને “વિભંગ જ્ઞાન” ઉત્પન્ન
થયું.
એ વિલંગ જ્ઞાનના બળે તે સાત દ્વીપ અને સાત સમુદ્ર જેટલી પૃથ્વી જઈ લોકોને કહેવા લાગ્યો કે, મને બ્રહ્મજ્ઞાન ઉત્પન્ન થયું છે. એ બ્રહ્મજ્ઞાનના જોરથી હું સાત દ્વીપ તથા સાત સમુદ્રરૂપ સંપૂર પૃથ્વી દેખું છું. બસ, આટલી જ પૃથ્વી છે અને તે પછી આગળ નરદમ અંધકાર છે. પછી તે ગામમાં ભિક્ષા લેવા આવ્યા ત્યારે ગામના બધા માણસો કહેવા લાગ્યા કે, શ્રી મહાવીર સ્વામી તે અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો છે એમ ફરમાવે છે. અને શિવરાજ નષિ સાત દ્વીપ અને સાત સમુદ્ર કહે છે એ શી રીતે મેળ ખાય ?
એ વાત સાંભળી શિવરાજ ત્રાષિએ વિચાર્યું કે હું શ્રી મહાવીર સ્વામી પાસે જઈને ચર્ચા કરું કે મારી નજરોનજરની (પ્રત્યક્ષ) વાત શી રીતે ખેટી હોય ? હું જોઉં છું તે ઉપરાંત પૃથ્વી હોય તે મને બતાવે. એમ વિચાર કરતે તે શ્રી મહાવીર ભગવાન પાસે આવ્યું. શ્રી મહાવીર પ્રભુનાં દર્શન થતાં ત્રાષિને વિર્ભાગજ્ઞાનનું અવધિજ્ઞાન થયું, જેથી તે સાત દ્વિીપ, સાત સમુદ્રથી વધારે જોવા લાગ્યો. ઉત્તરોત્તર તેણે અસંખ્યાત દ્વીપ અને અસંખ્ય સમુદ્ર જોયા. તરત પ્રભુજીને નમસ્કાર કરી તેમના શિષ્ય થયું. છેવટે કર્મને ક્ષય કરી શ્રી શિવરાજ કષીશ્વર મોક્ષે પધાર્યા. * (ભગવતી સૂત્ર)
* વૈષ્ણવ લોકો આ કારણને લીધે સાત દ્વીપ ને સાત સમુદ્ર માનતા હોય તો કોણ જાણે.