________________
જૈન તત્ત્વ પ્રકાશ
(૬) ‘આર્દ્રકુમાર’નું અધ્યયન—આમાં આર્દ્ર કુમારે પરમતવાદીઓની સાથે ધ ચર્ચા કરી તે અધિકાર છે.
૨૧૪
(૭) ‘ઉદક પેઢાલ પુત્ર' નું અધ્યયન--આમાં ઉદક પેઢાલ પુત્ર શ્રી ગૌતમસ્વામી સાથે ચર્ચા કરી તે અધિકાર છે.
આ સૂયગડાંગ સૂત્રનાં પહેલાં તા ૩૬૦૦૦ પટ્ટો હતાં. હાલ ૨૧૦૦ શ્લેાક મૂળના છે.
૩. ઠાણાંગ સૂત્ર-તેને એક શ્રુતસ્કંધ છે અને ૧૦ ઠાણાં (અધ્યયના) છે. પહેલા ઠાણામાં એક એક બેાલ, બીજા ઠાણામાં બે-બે મેાલ, ત્રીજામાં ત્રણ ત્રણ બેાલ એમ અનુક્રમે દસમા ઠાણામાં દસ દસ ખેલ. આ સંસારમાં કાણુ કાણુ છે તેના અધિકાર છે. દ્વિભંગી, ત્રિભંગી ચેાભંગી, સપ્તભ’ગી ઉપરાંત સૂક્ષ્મ ખાદર અનેક ખાખતાનું જ્ઞાન છે. તથા સાધુ શ્રાવકના આચાર વિચારનું કથન છે. આ દાણાની ગણતરી કરતાં વિદ્વાન લેાકેા જ્યારે ચાભંગી ગેાઠવે છે ત્યારે જ્ઞાનરસની અદ્ભૂત જમાવટ અને આનંદની રેલમછેલ થાય છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં પહેલાં તા ૪૨૦૦૦ પદ હતાં, હાલ ૩૭૭૦ ગ્લેાક મૂળ છે.
૪. સમવાયાંગ સૂત્ર—તેને પણ એક જ શ્રુતસ્કંધ છે. અધ્યયન નથી. આમાં એક, એ યાવત્ સે, હજાર, લાખ અને ક્રોડાકોડ એલ સ’સારમાં કયાં કયાં લાભે છે તેનું સક્ષિપ્ત કથન છે . અને દ્વાદશાની સંક્ષિપ્ત હૂંડી પણ આમાં છે. તથા જ્યાતિષચક્ર, દંડક, શરીર, અધિજ્ઞાન, વેદના, આહાર, આયુષ્મંધ, વિરાધક, સૌંઘયણ, સસ્થાન, ત્રણે કાળના કુલકર, વર્તમાન ચાવીસીનું લેખું, ચક્રવતી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવનાં નામ, તેના માતાપિતાનાં પૂર્વ ભવનાં નામ, તીર્થંકરનાં પૂર્વ ભવનાં નામ,ઇરવત ક્ષેત્રની ચાવીસી, વગેરેનાં નામ છે. આ શાસ્ત્ર અનેકવિધ ગહન જ્ઞાનના ખજાના છે.
આ સૂત્રનાં પહેલાં ૧૬૪૦૦૦ પદ હતાં, હવે તા મૂળનાં ૧૬૬૭ શ્લોક છે.