________________
જૈન તત્ત્વ પ્રકાશ
ગ્રહણ કરવાનું, પાંચ પુદ્દગલના પરિણામના ૨૬ પ્રકારથી ખુલાસે વગેરે છે.
૨૪૨
(૧૨) શરીરપદમાં પાંચ શરીરનાં નામ અને અર્થ, ૨૪ દંડકનાં શરીર, ખધેલગા, મુલગાનું કથન છે. અઢી દ્વીપનાં મનુષ્યની સખ્યાના ૨૯ આંક તથા તેની ગણતરીની વિધિ બતાવી છે.
(૧૩) પરિણામપદમાં-છત્ર-પરિણામપત્રમાં ૪૧ ભેદ ચાવીસ ટ્રુડક ઉપર ઉતાર્યાં છે. અજીવ-પરિણામના ૩૬ ભેદ કહ્યા છે. પિર ણામના ૫૦ બેલ ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે.
(૧૪) કષાયપદમાં ૫૨૦૦ ભાંગા ચાર કબાયના કહ્યા છે.
(૧૫) ઇન્દ્રિયપદ્ય—તેના બે ઉદેશા છે. પ્રથમ ઉદેશામાં પાંચ ઇન્દ્રિયનાં ૨૫ દ્વાર છે, તે ૨૪ દંડક ઉપર ઉતાર્યાં છે, ઇન્દ્રિય સ્પર્શીને વિષય બતાવ્યા છે. મારીસાના પ્રશ્નોત્તર છે. આકાશ પ્રદેશ અને અવગાહનાનું કથન છે. ૪૦ દ્વીપ સમુદ્રનાં નામ છે. અલાકના આકાશનુ કથન છે. અને બીજા ઉદેશામાં પાંચ ઇન્દ્રિયાનાં ૧૩ દ્વાર છે, તે ૨૪ દંડક ઉપર ઉતાર્યાં છે. એક જીવ, અનેક જીવની પૃથક્ પૃથક્ તથા પરસ્પર ભાવેન્દ્રિય કેટલી હોય તે કથન છે.
(૧૬) ચેગપદમાં ૧૫ યેાગમાંથી ૨૪ દંડકમાં કેટલા યેાગ હોય તે કથન છે તથા ૫ શરીરના ભાંગા અને પાંચ પ્રકારની ગતિ અતાવી છે.
(૧૭) લેફ્યા પદમાં–છ ઉદેશા છે. તેમાંથી પહેલા ઉદેશામાં લેફ્સાનાં ૯ દ્વાર છે. તે ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. બીજા ઉદેશામાં ૨૪ દંડકની લેશ્યાને અલ્પખડુત્વ અને રિદ્ધિનું કથન છે. ત્રીજા ઉદ્દેશામાં ગતિમાં ઉત્પન્ન થવાની લેફ્યાનુ, અધિજ્ઞાનની લેશ્યાનુ અને લેશ્યામાં જ્ઞાનનું કથન છે. ચેાથા ઉદ્દેશામાં છ લેશ્યા ઉપર ૧૪ દ્વાર છે. પાંચમા ઉદેશામાં છ લેશ્યાનાં પરસ્પર પરિણામ છે. છઠ્ઠા ઉંદેશામાં મનુષ્યમાં લેછ્યા પરિણામ વિશેષ બતાવ્યુ છે.