________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૨૪૯
જેઓ સંયમ લઈ અનુત્તર વિમાનમાં દેવતા થયા તેના પૂર્વ ભવ વગેરેનું વર્ણન છે.
(નિરિયાવલિકા, કપૂવડિસિયા પછી પુફલિયા અને વદિશા, એ ઉપાંગનું એક જૂથ છે. એ પાંચનું જૂથ “નિરિયાવલિકા” એ નામથી પ્રસિદ્ધ છે. એમાં મૂળ લેક ૧૧૦૯ છે.)
૪ દસૂત્ર જેવી રીતે વસ્ત્ર ફાટે કે પાત્ર ફૂટે તે તેને થીગડાં આદિ લગાવી સાંધીને બરાબર ઠીક કરી લેવામાં આવે છે તેવી જ રીતે, ગ્રહણ કરેલાં સંયમત્રતમાં નાનામોટા દોષ લાગવાથી તે ખંડિત થાય ત્યારે પ્રાયશ્ચિત લઈને તેને સાંધવા કે શુદ્ધ કરવાનું નિમ્નક્ત સૂત્રમાં કથન છે. તેથી તેને છેદસૂત્ર કહેવામાં આવે છે.
૧. વ્યવહાર સૂત્ર-તેના ૧૦ ઉદેશ છે.
પહેલા ઉદેશામાં નિષ્કપટ સકપટ આલેચકનું પ્રાયશ્ચિત્ત. પ્રાયશ્ચિત્ત લીધા પછી ફરી પ્રાયશ્ચિત્તનું કામ કરે તેનું, પરિહારિક તપ વચ્ચમાં છેડવાનું, એકલવિહારિનું, શિથિલને પાડે ગમાં લેવાનું કારણ અને પ્રાયશ્ચિત્ત બતાવ્યાં છે. પરમત આશ્રયી ગૃડસ્થ થઈ પુનઃ સાધુ થવાનું અને આલોચના કેની પાસે કરવી તેનું કથન છે.
બીજા ઉદેશામાં બે અથવા ઘણા સાધુ એકસરખી સમાચારીવાળા સદોષી હોય તેને સદેશી રોગીની પણ વૈયાવચ્ચ કરવાનું, અનવસ્થિત પુનઃ સંયમારે પણ, આળ ચડાવનારા, ગચ્છ છોડી પાછા ગચ્છમાં આવે તથા એકપક્ષી સાધુ સાધુના પરસ્પરના સંગનું કથન છે.
ત્રીજા ઉદેશામાં ગચ્છાધિપતિ કોણ થઈ શકે ? તેમના આચાર, છેડા કાળનાને પણ આચાર્ય બનાવે, યુવાવસ્થાવાળા સાધુ કેવી રીતે રહે, ગચ્છમાં રહીને કે છેડીને અનાચરણ સેવે અને મૃષાવાદીને પદવી ન દેવાનું કથન છે.