________________
૨૪૩
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
(૧૮) કાયસ્થિતિપદમાં કાયસ્થિતિનાં ૨૨ કારનું વિસ્તારપૂર્વક વર્ણન છે.
(૧૯) દષ્ટિપદમાં ત્રણ દષ્ટિમાંથી ૨૪ દંડકમાં કેટલી દૃષ્ટિ લાભે તે બતાવ્યું છે.
(૨૦) અંતક્રિયાપદમાં–અંતકિયાનાં ૯ દ્વારે ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. અંતકિયકની સંખ્યા તથા સિદ્ધસ્વરૂપ દર્શક ૮ દ્વાર ઉપર ૧૬ દ્વાર ઉતાર્યા છે. જીવની પરસ્પર ઉત્પત્તિ, ધર્મ અને મોક્ષપ્રાપ્તિનું કથન છે. ૨૩ પદવી કયા કયા છે પ્રાપ્ત કરે? કયા કયા જીવ કેવા કેવા દેવ થાય તથા અસંજ્ઞીના પ્રકાર ઈત્યાદિ વર્ણન છે.
(૨૧) શરીરપદમાં-૫ શરીરનાં આઠ દ્વાર, ૨૪ દંડકની અવગાહના, સંસ્થાન, નરકના પાથડા અને દેવકના પ્રતરની અલગ અલગ અવગાહના, આહારક, તેજસ અને કાર્મણ શરીરનું સ્વરૂપ, મારણાંતિક સમઘાત કેવી રીતે હોય? શરીરને પરસ્પર સંબંધ અને દ્રવ્યપ્રદેશને અલ્પબદ્ધત્વ છે.
(૨૨) ક્રિયાપદમાં-કાયિકી આદિ ૫ કિયાઃ સક્રિય, અક્રિય, કિયાથી કર્મબંધ, પરસ્પર કિયા, કાલ ક્ષેત્ર જીવ આશ્રયી ક્રિયા, આરંભિયા આદિ ૫ કિયા ૨૪ દંડક ઉપર, પરસ્પર કિયાથી નિવૃત્તિના ચાર ભાંગા ઇત્યાદિ કથન છે.
(૨૩) કર્મબંધ પદના બે ઉદેશા છે. પ્રથમ ઉદેશામાં-કર્મબંધનાં પ દ્વાર અને કર્મબંધની વિધિ છે. બીજા ઉદેશામાં–આઠ કર્મની ઉત્તર પ્રકૃતિની સ્થિતિ, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની કર્મપ્રકૃતિની સ્થિતિ અને કર્મ પ્રકૃતિના બંધનું કથન છે.
(૨) કર્મસ્થિતિપદમાં એક પ્રકૃતિમાં અન્ય પ્રકૃતિને બંધ થાય અને બંધના ભાંગા બતાવ્યા છે.