________________
પ્રકરણ ૪ થું ઉપાધ્યાય
૨૩૫ ૩. જીવાભિગમ–આ ઉપાંગ શ્રી ઠાણુગ સૂત્રનું છે. તેની નવ પ્રતિપત્તી છે. પ્રથમ નવકારમંત્ર છે. પછી અરૂપી રૂપી જીવના ભેદ છે, જેમાં સિદ્ધના ૧૫ પ્રકાર કહ્યા છે. ત્યારબાદ સંસારી જીની ૯ પ્રતિપત્તી છે.
પ્રથમ પ્રતિપત્તીમાં છ કાયમાં ત્રણ ત્રણ સ્થાવર તેના ઉપર ૨૩ દ્વાર છે.
બીજી પ્રતિપત્તીમાં ત્રણે વેદની સ્થિતિ, અંતર, અ૯૫બહુવ અને વિષયના ભેદ છે.
ત્રીજી પ્રતિપત્તીમાં નરકના ત્રણ દિશામાં નરકનું વર્ણન છે. તિર્યંચના ૨ ઉદેશામાં તિર્યંચનું વર્ણન છે. સાધુની અવધિ વેશ્યાનું, અંતરદ્વીપ મનુષ્યનું, કર્મ ભૂમિનાં મનુષ્યનું, ભવનપતિ, વાણવ્યંતર,
તિષી દેવેનું વર્ણન છે. અસંખ્યાત દ્વીપ સમુદ્રોનું તથા જંબુદ્વીપનું વિસ્તારથી વર્ણન છે. વિજયદેવનું વિસ્તારથી વર્ણન છે. લવણસમુદ્ર, પાતાળ કળશા, પાણીની શિખા, નાગદેવ, વેલંધર દેવ, ધાતકીખંડ દ્વીપ, કાલોદધિ સમુદ્ર, પુષ્કરદ્વીપ, માનુષેત્તર પર્વત, જ્યોતિષીના ઇંદ્રનું
ચ્યવન, પુષ્કર સમુદ્ર, વરુણ, ક્ષીર, ધૃત, ઈશુ, નંદીશ્વર, અરુણ આ નામના દ્વીપ તથા સમુદ્રનું યાવત્ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી વર્ણન છે. તથા દ્વીપ સમુદ્રોનું પરિમાણ, સમુદ્રના મચ્છનું પરિમાણ, ઇંદ્રિયોને વિષય, સમભૂતલથી જ્યોતિષી દેવનું અંતર, જોતિષીની ગતિ, ઋદ્ધિ, વૈમાનિક દેવના બે ઉદેશા ઈત્યાદિ વર્ણન છે.
પરદેશી રાજા–અરે, શું આપ જીવ અને શરીર એ બંનેને જુદાં માને છે ?
શ્રી કેશી મુનિ–હે રાજન ? તું મારે ચોર છે.
પરદેશી રાજા–(ચમકીને) શું હું ? નહિ. મેં કોઈ દિવસ પણ ચેરી કરી નથી.
શ્રી કેશી મુનિ-શું તારા રાજમાં દાણચોરી કરે તેને તું એર નથી કહેતે ?
(ચતુર રાજા આ ઉપરથી તરત ચેતી ગયો કે મેં મુનિને વિધિપૂર્વક વંદના નમસ્કાર નથી કર્યા તેથી મેં દાણચેરી જે જ એમને અપરાધ કર્યો છે એમ મુનિનું કહેવું છે એમ વિચારી વંદના કરી કહેવા લાગે.)