________________
૨૩૮
જેન તત્ત્વ પ્રકાશ
સાડી પચીસ આર્ય દેશોનાં નામ, આર્યજાતિ, આર્યકર્મ, આર્યભાષા, આર્યલિપિ અને જ્ઞાન, દર્શન, ચારિત્રના પ્રકાર તથા દેવતાના ૧૦૮ ભેદનું વર્ણન છે.
શ્રી કેશી મુનિ–એવી રીતે દેહરૂપી ગુફામાંથી જીવ નીકળી શકે છે, પણ તે દષ્ટિગોચર થતો નથી, પરમજ્ઞાની મહાત્મા જ તે વાત જ્ઞનથી જાણીને દેખી શકે છે.
પરદેશી રાજા–એ પ્રમાણે એક ચોરને મેં કોઠીમાં પૂરી, તે કેડી ચારે તરફથી સજજડ બંધ કરી હતી. ઘણા દિવસ ગયા બાદ મેં તે ચોરને બહાર કાઢયે તે તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા હતા, તે તે કીડા બંધ કેઠીમાં શી રીતે પેડા ?
શ્રી કેશી મુનિ–લેઢાને ખૂબ નક્કર ગોળે અગ્નિમાં તપાવીએ તે તેની અંદર બધી તરફ જે રીતે અગ્નિ પ્રવેશ કરે છે તે પ્રમાણે બંધ કઠીમાં ચેરના શરીરમાં કીડા ઊપજ્યા. (છો બહારથી આવી કીડારૂપે ઊપજ્યા).
પરદેશી રાજા–કોઈ પણ જીવાત્મા સદા એકસરખો જ રહે છે, કે નાને મોટે, ઓછા વધારે, એ પ્રમાણે થાય છે ?
શ્રી કેશી મુનિ–કઈ પણ જીવાત્મા પોતે તે સદા એકસરખો જ રહે છે.
પરદેશી રાજા–જો એમ છે તે, જુવાન માણસના હાથથી જેવી રીતે બાણ છૂટે છે તેવી રીતે તે માણસ વૃદ્ધ થતાં શા માટે છૂટતું નથી ?
શ્રી કેશી મુનિ–જેમ નવું ધનુષ્ય (કામઠું) હોય, તેના પર કોઈ બાણુ ચડાવીને ફેંકીએ તે જેટલે દૂર અને જેટલા જોરથી જાય તેમ જૂના ધનુષ્ય પર તે બાણ ચડાવતાં થતું નથી તેની પેઠે સમજવું.
પરદેશી જા–જુવાનથી એટલે ભાર ઉપાડાય છે તેટલે ઘરડા માણસથી ઊપડતો નથી તેનું શું કારણ?
શ્રી કેશી મુનિ- નવું શીકું, જેટલું વજન ઉઠાવે છે તેટલું જૂનું શીકું ઉઠાવતું નથી તેની પેઠે સમજવું.
પરદેશી રાજા–મેં એક જીવતા ચોરને જે, પછી તેને ગળે ચીપ દઈ શ્વાસ રૂંધી મારી નાખીને જે તે પ્રથમના જેટલું જ વજન થયું. જે જીવ અને કાયા અલગ અલગ માનીએ તે કાયામાંથી જીવ નીકળી ગયા પછી શરીરનું વજન ઓછું થવું જોઈએ, તે કાં ન થયું ?
શ્રી કેશી મુનિ–ચામડાની મશક (કોથળી) ને પ્રથમ તેમાં હવા ભરી જોખી જુઓ, તે પછી તેમાંથી હવા કાઢી નાંખીને તેની જુઓ તે બંને વખતને તલ એક સરખે રહે છે તેની પેઠે સમજવું.
પરદેશી રાજા–મેં એક ચોરના કટકે કટકા કરી જોયું તે તેમાં મેં