________________
પ્રકરણ ૪ થું ઃ ઉપાધ્ય ય
૨૧૫
૫. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર)–આમાં એક જ શ્રુતસ્કંધ અને ૪૧ શતકના ૧૦૦૦ ઉદેશા છે. શ્રી ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નોત્તર છે. બીજા પણ અનેક પ્રશ્નોત્તર છે.
૧. પ્રથમ શતકના પહેલા ઉદેશામાં–નવકાર, બ્રાહ્મી લિપિ, નમસ્કુણું, મૈતમસ્વામીના ગુણ, ૯ પ્રશ્નોત્તર, આહારના ૬૩ ભાંગા, ભવનપતિ, સ્થાવર, વિકલેન્દ્રિય, આત્મારંભી, સંવુડ, અસંવુડ, અવિરતિ અને વ્યંતર દેવના સુખનું કથન છે. બીજા ઉદેશામાં–નરકની લશ્યાને સંચિઠ્ઠન કાળ, બાર પ્રકારના જીવ દેવલોકમાં જાય તથા અસંજ્ઞીના આયુષ્યનું કથન છે, ત્રીજા ઉદેશામાં–કાંક્ષામહનીયકર્મ અને આરાધકનાં લક્ષણ બતાવ્યાં છે. ચોથા ઉદેશામાં-કર્મ પ્રકૃતિ, અપક્રમણ, કર્મ–ભગવ્યા વિના મોક્ષ નહીં, પુદ્ગલ, જવ, છમસ્થ અને કેવળીનું કથન છે. પાંચમા ઉદેશામાં-નરકનું, ભવનપતિનું, પૃથ્વીનું, જ્યોતિષનું, માનિકનું વર્ણન છે તથા કષાયના ભાંગા અને દંડક છે, છઠ્ઠા ઉદેશામાં -સૂર્ય દષ્ટિ વિષય, કાલોક, ક્રિયા, રોહા અણગારના પ્રશ્નોત્તર, લેકની સ્થિતિ તથા આધાર, જીવ અને પુગલ સંબંધ અને સૂક્ષમ વરસાદને અધિકાર છે. સાતમા ઉંદેશામાં–નારકીની ઉત્પત્તિ, વિગ્રહગતિ, દેવની દુર્ગચ્છા, ગર્ભોત્પત્તિ, માતાનાં અંગ અને ગર્ભને જીવ નરક અને સ્વર્ગમાં જાય તેનો અધિકાર છે. આઠમા ઉદેશામાં-એકાંત બાલ પંડિતનું આયુ, મૃગવઘકની ક્રિયા, અગ્નિ સળગાવવાની ક્રિયા, જય પરાજયનું કારણ અને વીર્ય અવીર્યનું કથન છે. નવમા ઉદેશામાં ગુરૂ લઘુના પ્રશ્નોત્તર, સુસાધુનું, એક સમયમાં આયુબંધનું, પ્રાશુક આહારનું અને અસ્થિર પદાર્થનું કથન છે. દશમા ઉદેશામાં–અન્યતીથી તથા એક સમયમાં બે ક્રિયાનું કથન છે.
. બીજા શતકના પહેલા ઉદેશામાં–શ્વાસે શ્વાસનું, પ્રશુકભાજી સાધુનું, બંધક સન્યાસીનું, સાંત અનન્ત જીવનું, સિદ્ધનું, બાલપંડિત મરણનું, ભિક્ષુની પ્રતિમાનું તથા ગુણરત્ન સંવત્સર તપનું વર્ણન છે. બીજા ઉદેશામાં–સમુદ્રઘાતનું વર્ણન છે. ત્રીજા ઉદેશામાં ૮ -