________________
૨૩૦
જૈન તત્ત્વ પ્રકાશ
આ ૩૩ મહાપુરુષ અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા છે; બધા એક ભવ કરીને મેક્ષમાં જશે.
આ સૂત્રનાં પહેલાં ૯૪,૦૪,૦૦૦ પદો હતાં. હમણાં ફક્ત ૨૯૨ શ્લેક મૂળપાઠના છે.
૧૦ “પ્રશ્નવ્યાકરણ–આમાં બે શ્રુતસ્કંધ છે.
પ્રથમ શ્રુતસ્કંધમાં ૫ આસવદ્વારનાં ૫ અધ્યયન છે. જેમાં ૧. હિંસા૨. જૂઠ. ૩. ચોરી. ૪. મૈથુન, અને ૫. પરિગ્રહથી પાપ નિપન્ન હોવાના કારણ તથા તેનાં ફળનાં કથન છે.
બીજા શ્રુતસ્કંધમાં સંવરદ્વારનાં ૫ અધ્યયન છે. જેમાં ૧. દયા, ૨. સત્ય, ૩. અચૌર્ય, ૪. બ્રહ્મચર્ય અને, ૫. નિર્મમવ.
આ પાંચેનાં અનેક નામ નિષ્પન્ન થવાનાં કારણ અને તેનાં ફળનું કથન છે.
આમાં પહેલાં ૯,૩૧,૧૬,૦૦૦ પદો હતાં. હમણાં ૧૨૫૦ કલેક મૂળપાઠના છે.
૧૧. “વિપાક સૂત્ર—આમાં પણ બે શ્રુતસ્કંધ છે.
પ્રથમ શ્રુતસ્કંધ દુઃખવિપાક છે. તેમાં ૧૦ અધ્યયન-૧. મૃગા લોઢિયે, ૨. ઉજિજતકુમાર, ૩. અભંગસેન ચેર, ૪ શકટકુમાર, પ. બૃહસ્પતિદત્ત, ૬. નંદીસેનકુમાર, ૭. ઉમ્બરદત્ત, ૮. શૌર્યદત્ત મછી, ૯. દેવદત્તા, રાણુ અને, ૧૦. અંજુ રાણી. આ દસે જણ પાપાચરણ કરી તેનાં ફળ સ્વરૂપે ઘોર દુઃખે પામ્યાં. અનેક ભવભ્રમણ કરી મેક્ષમાં જશે.
બીજે તસ્કંધ સુખવિપાક છે. તેમાં ૧૦ અધ્યયન....૧. સુબાહુકુમાર, ૨. ભદ્રનંદીકુમાર, ૩. સુજાતકુમાર, ૪. સુવાસવકુમાર, ૫. જિનદાસકુમાર, ૬. ધનપતિકુમાર, ૭. મહાબલકુમાર, ૮. ભદ્રનંદીકુમાર, ૯. મહાચંદ્રકુમાર અને, ૧૦. વરદત્તકુમાર
– દુઃખવિપાકનું વર્ણન તે સવિસ્તર છે. સુખવિપાકમાં પ્રથમ અધ્યયન સિવાય શેષ સઘળાનું વર્ણન સંક્ષેપે છે.