________________
પ્રકરણ ૪થું ઃ ઉપાધ્યાય
૨૨૫ ૪૧. એકતાલીસમા શતકમાં–૧૯ ઉદેશ છે. તેમાં–રાશિ કૃતયુગ્મ નારકી આદિ ચોવીસે દંડકનું કથન છે.
સામ્પ્રત સમયે સર્વથી મોટું અને વિધવિધ અધિકારોથી ભરપૂર આ ભગવતીજી સૂત્ર છે.
આ સૂત્રને પહેલાં તે રર,૮૮,૦૦૦ પદ હતાં, હાલ ફક્ત ૧૫,૭પર લેઝ પ્રમાણ મૂળ સૂત્રના રહ્યા છે.
૬. જ્ઞાનાધમ કથાગ –તેના બે શ્રુતસ્કંધ છે.
પહેલા તસ્કંધનાં ૧૯ અધ્યયન છે – ૧. મેઘકુમારનું, ૨. ધનાસાર્થ વાહનું, ૩. મોરનાં ઈંડાંનું, ૪. બે કાચબાનું, ૫. થાવસ્થા– પુત્રનું, ૬. તુંબડીનું, ૭. રોહિણીનું, ૮. મલ્લિનાથજીનું, ૯. જિનરક્ષિત જિન પાલિતનું', ૧૦. ચંદ્રમાનું, ૧૧. દાવદ્રવ વૃક્ષનું, ૧૨. સુબુદ્ધિ પ્રધાનનું, ૧૩. નંદ મણિયારનું, ૧૪. તેતલી પ્રધાનનું, ૧૫. નંદીફળનું ૧૬. દ્રૌપદીનું, ૧૭. કીર્ણ દેશના ઘડાનું, ૧૮. સુસુમ પુત્રીનું અને, ૧૯. પુંડરિક કુંડરિકનું. કથારૂપે ઉત્તમ દષ્ટાંત આપીને સત્યની અને શીલની વાત ઘણી મજપ્ત કરી છે.
બીજા શ્રત૭ ધમાં ૮ વર્ગ અને ૨૬૬ અધ્યયનો છે. તેમાંથી પહેલા વર્ગના ૬ અધ્યયનમાં અમરેન્દ્રની ૬ અગ્રમહિષીઓનું કથન છે, બીજા વર્ગના ૬ અધ્યયનમાં બેલેન્દ્રની ૬ અગ્રમહિષીઓનું વર્ણન છે. ત્રીજા વર્ગનાં પપ અધ્યયનમાં દક્ષિણ દિશાના નવનિકાય દેવોના ૯ ઇદ્રોની પાંચ પાંચ અમહિષીઓનું કથન છે. ચોથા વર્ગનાં પપ અધ્યયનમાં ઉત્તર દિશાના નવનિકાય દેવોના ૯ ઇદ્રોની પાંચ પાંચ અમહિષીઓનું કથન છે. પાંચમા વર્ગનાં ૬૪ અધ્યયનમાં દક્ષિણના વાણવ્યંતર દેવોના ૧૬ ઇંદ્રોની ચાર ચાર અમહિષીઓનું કથન છે. છઠ્ઠા વર્ગને ૬૪ અધ્યયનમાં ઉત્તર દિશાના વાણવ્યંતર દેવોના ૧૬ ઇદ્રોની ચાર ચાર અગ્રમહિષીઓનું કથન છે. સાતમા વર્ગનાં આઠ