________________
૨૧૨
જૈન તત્વ પ્રકાશ (૧) “સ્વસમય પરસમય અધ્યયન–તેમાં ભૂતવાદી, સર્વગતવાદી તજજીવ ત૭રીરવાદી, અક્રિયાવાદી, આત્મવાદી, અફલવાદી, નિયતવાદી, અજ્ઞાનવાદી, કિયાવાદી,ઈશ્વરવાદી, દેવવાદી, ઇંડામાંથી લેક પેદા થયે વગેરે મત મતાન્તરનું સ્વરૂપ દર્શાવ્યું છે, તથા કેટલુંક સાધુના આચારનું કથન છે.
(૨) તાલય અધ્યયન-તેમાં શ્રી ઋષભદેવજીના ૯૮ પુત્રને ઉપદેશ છે. તથા વિષય-ત્યાગવાની યુક્તિ અને ધર્મનું માહામ્ય બતાવ્યું છે.
(૩) “ઉપસર્ગ પરિજ્ઞાખ્યા” અધ્યયન-તેમાં શ્રીકૃષ્ણ અને શિશુપાલનો દષ્ટાંતથી વીરત્વ કાયરત્વનું વર્ણન કર્યું છે તથા સ્વજનોના પરિષહનો અધિકાર છે.
(૪) “શ્રી પરિણા” અધ્યયન–આમાં સ્ત્રી ચરિત્રનું—સ્ત્રીના સંગથી દુઃખ પ્રાપ્તિનું કથન છે.
(૫) “નરક વિભક્તિ અધ્યયન-આમાં નરનાં દુઃખનું વર્ણન છે.
(૬) “વરસ્તુતિ” અધ્યયન–આમાં મહાવીર પ્રભુની સ્તુતિ અનેક ઉપમાઓ સહિત કરેલી છે.
(૭) “કુશીલ પરિભાષા” અધ્યયન-આમાં પરમતના કુશીલ અને સ્વમતના સુશીલનું કથન છે તથા હિંસાનું ખંડન કર્યું છે.
(૮) વીર્યાખ્યા” અધ્યયન–આમાં બાલવીર્ય અને પંડિતવીર્યનું સ્વરૂપ છે.
(૯) ધર્મ અધ્યયન-આમાં દયા ધર્મનું તથા સાધુના આચારનું વર્ણન છે.
(૧૦) “સમાધિ” અધ્યયન-આમાં ધર્મનું સ્થાન જે સમાધિભાવ છે તેનું સ્વરૂપ દર્શાવ્યું છે.