________________
. ૨૧૦
જૈન તત્વ પ્રકાશ આવા મુખ્ય જ્ઞાનમય જે ગ્રંથે છે તેને અંગ સૂત્ર કહે છે. તે બાર છે.
૧. આચારાંગસૂત્ર-તેના બે શ્રતસ્કંધ છે. તેમાં પ્રથમ શ્રુત- સ્કંધના ૯ અધ્યયન છે.
- (૧) “શસ્ત્રપરિજ્ઞા અધ્યયન–તેના સાત ઉદ્દેશા છે. જેમાં અનુક્રમે દિશાઓનું, પૃથ્વીકાયનું, અપકાયનું, અગ્નિકાયનું, વનસ્પતિકાયનું, ત્રસકાયનું અને વાયુકાયનું કથન છે.
(૨) “લોક વિજય અધ્યયન –તેના છ ઉદ્દેશ છે. જેમાં અનુક્રમે વિષય ત્યાગનું, મદ ત્યાગનું, સ્વજનથી મમત્વ ત્યાગનું, દ્રવ્યથી મમત્વત્યાગનું અને હિતશિક્ષણનું કથન છે. | (૩) “શીતોષ્ણીય અધ્યયન તેના ૪ ઉદેશ છે. જેમાં કમશઃ સુપ્ત તથા જાગૃતનું, તત્ત્વજ્ઞ અતત્વજ્ઞનું, પ્રમાદ ત્યાગનું અને “જે એક જાણે તે સર્વ જાણેનું કથન છે.
(૪) “સમ્યકત્વ અધ્યયન–તેના ૪ ઉદેશ છે, જેમાં અનુક્રમે ધર્મનું મૂળ દયા, સજ્ઞાન અજ્ઞાન, સુખ પ્રાપ્તિને ઉપાય અને સુસાધુનાં લક્ષણનું કથન છે.
(૬) “આવંતી કેયાવંતી (બીજું નામ “લોકસાર) અધ્યયન. તેના છ ઉદેશ છે, જેમાં કમશઃ વિષયાત સાધુ નહીં, સાવદ્યાનુષ્ઠાનના ત્યાગી તે સાધુ, કંચન કામિનીના ત્યાગી તે સાધુ, અપરિપકવ સાધુ એકલા ન વિચરે, જ્ઞાની અજ્ઞાનીમાં શું ફરક અને પ્રમાદી અપ્રમાદીમાં શો ફરક તેનું વર્ણન છે.
(૬) ધૂતા અધ્યયન’–તેના પાંચ ઉદેશા છે. જેમાં કામાસક્તના દુઃખનું, રક્ત વિરક્તના દુઃખ સુખનું, જ્ઞાની સાધુની દશાનું, ગૌરવ(ત્રણ - મારવ) ત્યાગનું અને ઉત્તમ સાધુનાં લક્ષણનું કથન છે.
મહા પરિણા (આ અધ્યયન વિરછેદ ગયું છે.)