________________
પ્રકરણ ૩ જુ : આચાય
૧૬૩
૯. નવમી પ્રતિજ્ઞા પણ આઠમી જેવી જાણવી, પણ એટલું વિશેષ કે, રાત્રે દંડાસન (ઊભો રહે) કે લગડાસન ( પગની એડી અને માથાનુ શિખારથાન જમીનને લગાડી આખું શરીર કમાનની પેઠે અદ્ધર રાખે) કે ઉડું આસન (બન્ને ઘૂંટણ વચ્ચે શિર ઝુકાવીને રહે) એ ત્રણમાંથી કાઇ પણ એક આસને આખી
રાત રહે.
૧૦. દસમી પ્રતિજ્ઞા પણ આઠમી જેવી જાણવી. વિશેષમાં ગેદાહાસન, ( ગાય દોહવા બેસે તેમ રહે) વીરાસન ( ખુરશી ઉપર બેઠા ( પછી ખુરશી લઈ લીધી હાય અને એ જ સ્થિતિમાં રહે તે) શીર્ષાસન (માથું નીચે અને પગ ઉપર) આ ૩ માંથી કેાઈ એક આસને રાત્રિ પૂર્ણ કરે.
૧૧. અગિયારમી પ્રતિજ્ઞામાં છઠ્ઠું કરે, ખીજે દિવસે ગામ બહાર આઠે પહેાર કાર્યાત્સગ કરી ઊભા રહે.
૧૨. બારમી પ્રતિજ્ઞામાં અઠ્ઠમ (તેલા) કરે. ત્રીજે દિવસે મહાકાળ (ભય'કર) શ્મશાનમાં એક જ વસ્તુ પર અચળ દૃષ્ટિ સ્થાપી કાઉસગ્ગ કરે. દેવ, મનુષ્ય, તિયંચ સંબંધી ઉપસર્ગ આવે તે સમભાવે સહે
આમાંથી કદાચ ચલિત થઈ જાય તા ૧. વિકલતા ( ઉન્માદ ) પ્રાપ્ત થાય ૨. દીર્ઘ કાળપયત રહે તેવા રાગ ઉત્પન્ન થાય અને ૩. જિનપ્રણીત ધર્મ થી ભ્રષ્ટ થાય. અને જો નિશ્ચળ રહે તા ૧. અવધિજ્ઞાન, ૨. મન:પર્યવજ્ઞાન અને ૩. કેવળજ્ઞાન. આ ત્રણમાંથી કાઇ પણ એક જ્ઞાન ઉપજે.
આ ખાર પ્રતિજ્ઞા ઉપરાંત લેાચ કરવો, ગ્રામાનુગ્રામ વિચરવું, શીત તાપ સહેવાં, ખરજ ખણવી નહીં, મેલ ઉતારવો નહીં. ઈત્યાદિ કષ્ટ સહે તે કાયકલેશ તપ.
૬. પ્રતિસ’લીનતા તપ- તેના ૪ ભેદ છે.
૧. રાગદ્વેષ ઉત્પન્ન થાય તેવા શબ્દથી કાનને, રૂપથી આંખને, ગંધથી નાકને, રસથી જીભને અને સ્પર્શથી શરીરને રોકી રાખે,