________________
૧૯ર.
જૈન તત્વ પ્રકાશ
વા વાળાં -મન અને શરીરમાં ઉન્માદ ઉત્પન્ન થાય અને વિશેષ અભિલાષા-વિષયાસક્તિથી. ૬. સીદાસ્ટીચ વ રેTયં સુરજ્ઞા-દીર્ઘ કાળ પર્યત ટકે તેવો ચાંદી, પ્રમેહ, શૂળાદિ રોગ ઉત્પન્ન થાય અને ૭. વઢિUત્તા ઘર સેના અંતે કેવળીના પ્રરૂપેલા બ્રહ્મચર્યરૂપ ધર્મથી ભ્રષ્ટ થઈ અનંતકાળપર્યત સંસારમાં પરિભ્રમણ કરે છે, એવું જાણી આચાર્ય ભગવંત નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય-ધર્મ પાળે છે અને બીજાને પળાવે છે.
૪ ક્ષાયથી મુક્ત =સંસાર+ગા—લાભ અર્થાત્ જેનાથી સંસારની વૃદ્ધિ થાય તે કષાય. જેવી રીતે કલઈ વિનાના પીત્તળના પાત્રમાં રહેલ દૂધ આઢિ ઉત્તમ વસ્તુ કટાયેલી (બદવાદ) બની જાય છે, તેવી જ રીતે કષાયરૂપ દુર્ગુણથી આત્માના સંયમાદિ ગુણે નષ્ટભ્રષ્ટ થઈ જાય છે.
કષાય ૪ પ્રકારના છે. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લાભ
૧. કોધ ૪–કો. મેહની કર્મની પ્રકૃતિ બધા આત્મપ્રદેશમાં હોય છે, પણ કોધને ઉદય ચહેરામાં પ્રત્યક્ષ જણાય છે, તે અપેક્ષાએ. કોધનું નિવાસસ્થાન કપાળ ગણાય છે. કોઈને શાસ્ત્રકારોએ ચાંડાલની ઉપમા આપી છે. તે મનુષ્યને કૅર, નિર્દયી બનાવી દે છે.
ફોધાવિષ્ટ મનુષ્ય માતા, પિતા, બ્રાતા, ભગિની, પુત્રી, સ્ત્રી, સ્વામી, સેવક, ગુરુ, શિખ્ય, ઈત્યાદિની ઘાત કરવામાં વિલંબ કરતે નથી. અધિક સંતાપ થતાં ક્રોધી મનુષ્ય આત્મહત્યા પણ કરી નાખે છે. શ્રી ઉત્તરાધ્યયનજીના ૨૩ મા અધ્યયનમાં ભગવાન કેશી સ્વામી કહે છે “સંજ્ઞજિયા ઘોર નિ વિર ા૨મા” અર્થાત્ અહો ગૌતમ! સંપ્રજવલિત અને ઘેર–ભયંકર અગ્નિ હૃદયમાં રહ્યો છે. આ અગ્નિ તે ક્રોધાગ્નિ જ છે. જ્યારે તે પ્રગટ થાય છે ત્યારે ક્ષમા, દયા, શીલ, સંતોષ, તપ, સંયમ, જ્ઞાનાદિ ઉત્તમોત્તમ ગુણોને ભસ્મીભૂત કરી દે છે. ચૈતન્ય પર મિથ્યાવરૂપ કાળું પડ ચડાવી દે છે.
x તે અપેક્ષાએ ક્રોધનું નિવાસસ્થાન વ્યવહારથી કપાળ ગણાય છે