________________
૧૯૭
પ્રકરણ ૩ નું આચાર્ય
૨૯. ધર્મ કરીને દેવતા થાય, તેમની નિંદા કરે.
૩૦. પોતાની પાસે દેવતા ન આવતું હોય છતાં કહે કે દેવતા
આવે છે.
આ ૩૦ માંથી કોઈપણ એક સ્થાન સેવે તે જીવ મહામહનીય* કર્મ બાંધે છે. જેના ઉદયથી જીવને ૭૦ ક્રોડાકેડ સાગરોપમ સુધી બેધિબીજ-સમ્યફવરત્નની પ્રાપ્તિ થતી નથી. શ્રી દશવૈકાલિક સૂત્રના ૫ માં અધ્યયનમાં કહ્યું છે કે –
નાથા–તા તેને વર તેને, જવ તેને
आयार भाव तेणे य, कुव्वइ देवकिव्विस ॥ ४६ ॥
અર્થ– ૧. દુર્બળ શરીર જેઈ કઈ પૂછે કે તપસ્વી છે કે? ત્યારે તપસ્વી ન હોય છતાં કહે : સાધુ તે સદા તપસ્વી જ હોય છે, તે તપને ચાર.
૨. કેઈના શ્વેત વાળ જોઈ કેઈ કહે ઃ આપ સ્થવિર છો? ત્યારે સ્થવિર ન હોવા છતાં કહે કે સાધુ તે સ્થવિર જ હોય, તે વયનો ચોર.
૩. રૂપવંત, તેજસ્વી જેઈ કઈ પૂછે કે, અમુક રાજાએ દીક્ષા લીધી છે, તે શું આપ જ છે? ત્યારે કહે કે સાધુ છતી રિદ્ધિના ત્યાગી જ હોય છે. તે રૂપને ચેર.
૪. અંદર તે અનાચરણ સેવે અને ઉપરથી મલિન વ ધારણ કરી શુદ્ધાચારી નામ ધરાવે તે આચારને ચોર.
૫. ચોર છતાં શાહુકારી બતાવે, ઠગ છતાં ભક્તિભાવ બતાવે તે ભાવને ચોર.
એક એક નરકે અનેક વાર જાય, તે મહા મેહનીય કર્મ.