________________
પ્રકરણ ૩ જુ આચાર્ય
૧૯૫ ૮. મારે આટલે પરિવાર છે, હું સમ્પ્રદાયને સ્વામી [પૂજ્ય છું. બઘા મારી આજ્ઞાને શિરસાવંદ્ય કરે છે, એવું અભિમાન કરે તે ઐશ્વર્યાભિમાન.”
જે મનુષ્ય જે પ્રકારનું અભિમાન કરે છે તે જ પ્રકારની હીનતા ભવિષ્યકાળે પામે છે. અર્થાત્ જાત્યાભિમાની નીચ જાતિ, કુલાભિમાની નીચકુળ, બેલાભિમાની નિર્બળતા, લાભાભિમાની દરિદ્રતા, રૂપાભિમાની કુરૂપતા, તપાભિમાની તપરહિતપણું, શ્રુતાભિમાની મૂર્ખતા અને એશ્વર્યાભિમાની નિરાધારપણું પામે છે.
જે ઉત્તમ વસ્તુ વિશેષ ઉત્તમતા પ્રાપ્ત કરવા માટે સાંપડી છે તે જ વસ્તુ દ્વારા નીચતા પ્રાપ્ત કરવી એ કેટલું શોચનીય છે. આમ વિચારી આચાર્ય મહારાજ સદૈવ નિરભિમાની–મહાવિનીત રહે છે.
૩. માયા--માયામહની કર્મ પ્રકૃતિએ સર્વ આત્મપ્રદેશોમાં છે, પણ માયા (ક્રોધ અને માનની જેમ) કળી શકાતી નથી અને પિટમાં રહેલી વસ્તુ પણ કળી શકાતી નથી, તે ઉપમાની અપેક્ષાએ માયાનું નિવાસસ્થાન પેટ છે. તે પ્રકૃતિને વક બનાવે છે. શાસ્ત્રમાં સ્થાન સ્થાન પર “માયામિથ્યા” શબ્દ કહ્યો છે. માયા હોય ત્યાં મિથ્યાત્વ પણ હોય છે.
જે પુરુષ માયા કરે છે, તે મરીને સ્ત્રી થાય છે. સ્ત્રી માયા કરે તે મરીને નપુંસક થાય છે. નપુંસક માયા કરે તે મરીને તિર્યંચ થાય છે. અને માયાવી તિર્યંચ એકેન્દ્રિયપણું પામે છે. આમ, માયાથી નીચ ગતિ થાય છે. માયા સહિત કરેલા તપસંયમનું ફળ પણ થશેચિત પ્રાપ્ત થતું નથી.
શ્રી “દશાશ્રુતસ્કંધ” સૂત્રમાં મહામહનીય કર્મ બાંધવાનાં ત્રીસ સ્થાન કહ્યાં છે.
૧. ત્રસ જીવને પાણીમાં ડુબાડી મારે. " ૨. શ્વાસનું રુંધન કરીને મારે.