________________
જેન તત્વ પ્રકાશ ૨. કેટલાક કષાયના ફળને નહિ જાણતા થકા અજ્ઞાનવશ
કષાય કરે છે. ૩. કેટલાક થોડા જાણપણામાં અને થોડા અજાણપણામાં કષાય
૪. કેટલાક કષાય કરવાનો હેતુ સમજતા નથી પણ દેખાદેખીથી
કરવા લાગી જાય છે. પ. કેટલાક પોતાને અર્થે કષાય કરે છે. ૬. કેટલાક બીજાને માટે કષાય કરે છે. ૭. કેટલાક પોતાના તથા પરના બન્નેના અર્થ કષાય કરે છે. ૮. કેટલાક વિનાકારણ (સ્વભાવ પડી ગયા હોવાથી) કષાય કરે છે. ૯. કેટલાક ઉપગ સહિત કષાય કરે છે. ૧૦. કેટલાક શૂન્ય ઉપગે કષાય કરે છે. ૧૧. કેટલાક કંઈક ઉપયોગ સહિત અને કંઈક ઉપયોગ રહિત
એમ કષાય કરે છે. ૧૨. કેટલાક એઘ સંજ્ઞાથી કષાય કરે છે.
એ ૧૨ બેલને ૪ કષાયે ગુણવાથી ૧૨૪૪=૪૮ થયા. અને તેમાં પૂર્વોક્ત ૧૬ કષાયના ભેર ભેળવતાં ૬૪ થયા. તે ૬૪ને ૨૪ દંડક અને ૨૫મે સમુચ્ચય જીવ એમ પચીસે ગુણવાથી ૬૪૪૨૫=૧૬૦૦ ભાંગા થયા. તે કષાયના પુગલોને જીવ ૧. “ચણીયા” એકઠાં કરે. ૨. “ઉપચણીયા” જમાવે. ૩. “બંધે બંધન કરે (એમ ત્રણ પ્રકારે બાંધે) અને, ૪. બાંધેલાં કર્મ પુદગલોને આત્મપ્રદેશ દ્વારા “વેદ” ૫. જેમ જેમ વિદતે જાય તેમ તેમ “ઉદીરણા થતી જાય. અને, ૬. કેટલાક ભવ્ય જો પશ્ચાત્તાપથી તથા કેટલાક તપશ્ચર્યાથી “નિર્જરે”—ક્ષય કરી દે.
• ૨૪ દંડક-૭ નરકને ૧ દંડક, ૧૦ ભુવનપતિના ૧૦, પાંચ સ્થાવરના ૫, ત્રણ વિકસેંદ્રિયના ૩ એ ૧૯ થયા. ૨૦મો તિર્યંચ પંચેન્દ્રિયને, ૨૧ મે મનુષ્યને, ૨૨ મે વાણવ્યંતરને, ૨૩ મે તિષીને અને ૨૪ મે વૈમાનિક દેવોને. તેનું સવિસ્તૃત વર્ણન બીજા પ્રકરણમાં થઈ ગયું છે.