________________
પ્રકરણ ૩ નું આચાર્ય
૨૦૫ પ. શાસ્ત્ર અને ગ્રંથ વાંચવાની કુશળતા તે પાંચમી વાચનાસમ્મદા” તેના ૪ પ્રકાર–૧. શિષ્યની યોગ્યતાને જાણ, યોગ્ય શિષ્યને તે ગ્રહણ કરી શકે તેટલું જ જ્ઞાન આપે. દુગ્ધપાન સાપને વિષપણે પરિણમે છે તેવી રીતે કુશિષ્યને આપેલું જ્ઞાન દુર્ગુણવર્ધક નીવડે છે. તેથી તેવાને જ્ઞાન ન દે તે. ૨. સમજાય નહીં, રુચે નહીં, તેવું જ્ઞાન સમ્યક્ પ્રકારે પરિણમતું નથી અને દીર્ઘ કાળ ટકતું નથી એમ જાણી શિષ્યને રચે અને તે પચાવી શકે તેટલું જ્ઞાન આપે તે “પ્રણિત.' ૩. જે શિષ્ય વિશેષ બુદ્ધિમાન હોય, સમ્પ્રદાયનો નિર્વાહ કરવા તથા ધર્મ દીપાવવા સમર્થ હોય તેને અન્યાય કાર્યોમાં થોડો રોકી, આહારવસ્ત્રાદિની શાતા ઉપજાવી તથા પ્રોત્સાહન આપી શીવ્રતાથી સૂત્ર પૂર્ણ કરાવે તે “નિરયાપયિતા” અને, ૪. જેમ પાણીમાં તેલનું બિન્દુ ફેલાઈ જાય તેમ અન્યને જ્ઞાન પરિણમે તે પ્રમાણે શબ્દ થોડા અને અર્થ ઘણે એવા સરલ શબ્દોમાં વાચન આપે તે “નિર્વાહ ણ” ગુણ.
૬. બુદ્ધિ પ્રબળ હોય તે છઠ્ઠી “મતિપદા–તેના ૪ પ્રકારઃ ૧. શતાવધાનીની પેઠે દેખી, સાંભળી રાખી, ઘેલી કે સ્પર્શેલી. વસ્તુના ગુણને એક જ કાળમાં ગ્રહણ કરે તે “અવગ્રહ’, ૨. ઉક્ત પાંચેનો તત્કાળ નિર્ણય કરે તે “ઈહ.” ૩. ઉક્ત પ્રકારે વિચારણા કરી તકાળ નિશ્ચયાત્મક બને તે “અપાય.” અને, ૬. નિર્ણિત વસ્તુનું દીર્ઘકાળપયત વિસ્મરણ ન થાય, સમય પર શીધ્ર સ્મૃતિગોચર થાય, અચૂક હાજરજવાબી હોય તે “ધારણા’ ગુણ.
૭. પરપ્રવાદીઓને પરાજય કરવાની કુશળતા તે સાતમી. પ્રયોગસસ્પદા.તેના ૪ પ્રકાર–૧. આની સાથે સંવાદમાં, પ્રશ્નોત્તરમાં હું જીતીશ કે નહીં એ પ્રમાણે પ્રતિવાદીની અને પિતાની શક્તિને વિચાર કરી વાદ કરે તે “શક્તિજ્ઞાન.” ૨. વાદી કયા મતને અનુયાયી છે તે જાણું લઈ તેના જ મતનાં શાસ્ત્રોથી સમજાવે તે
પુરુષજ્ઞાન.” ૩. આ ક્ષેત્રના લોક ઉદ્ધતાઈથી અપમાન કરે, પ્રથમ મીઠું મીઠું બેલે અને પછી બદલાઈ જાય-પ્રતિવાદીને મળી જાય એવા કપટી તે નથી ને? મિથ્યાત્વના આડંબરથી ચલિત થઈ જાય એવા.