________________
: ૨૦૪
જૈન તત્ત્વ પ્રકાશ
અનિયત વૃત્તિ + અને, ૪. મનોહર દિવ્ય રૂપ સમ્મદાના ધારક હોવા છતાં પણ નિર્વિકારી સૌમ્ય મુદ્રાવાળા રહે તે “અચંચલગુણ.”
૨. શાસ્ત્રના અર્થ પરમાર્થના જ્ઞાતા હોય તે બીજી “સૂત્રસંપદા.” તેના ૪ પ્રકાર ૧. જે કાળમાં જેટલાં શાસ્ત્ર હોય તે સર્વના જ્ઞાતા હેવાથી સર્વ વિદ્વાનોમાં શ્રેષ્ઠ હેય તે “યુગપ્રધાન,” ૨. શાસ્ત્રીય જ્ઞાનની પરિઅણુ (પરિવર્તના) કરતા રહી નિશ્ચલ જ્ઞાની બનવાથી આગમ પરિચિત”, ૩. કદાપિ કિંચિત્માત્ર દોષ ન લગાડે તે ઉત્સર્ગમાર્ગ અને અનિવાર્ય કારણે પશ્ચાત્તાપયુત કિંચિત્ દોષ લાગે તો પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થઈ જાય તે “અપવાદમાગ. તે બને માર્ગના વિધિના યથાતથ્ય જ્ઞાતા હોય તે “ઉત્સર્ગ અપવાદ કુશલા” અને, ૪ સ્વસમય (જૈનદર્શન) તથા પરસમય (અન્યદર્શન )ના શાસ્ત્રના જ્ઞાતા હોવાથી સ્વસમય-પરસમય દક્ષ ગુણ.
૩. સુંદરાકૃતિ–તેજસ્વી શરીરના ઘારક હોય તે ત્રીજી “શરીર સમ્મદા”. તેના ૪ પ્રકાર–૧. પિતાના માપથી પિતાનું શરીર એક ધનુષ્ય લાંબું હોય તે “પ્રમાણે પેત.” ૨ લંગડો, લૂલે, કાણું ૧૯ કે ૨૧ આંગળીવાળે ઈત્યાદિ અપંગ દોષરહિત હોય તે “અકુટઈ,” ૩ બધિર, અંધત્વાદિ દોષરહિત હોય તે પૂર્વેદ્રિય અને, ૪ ત૫ વિહારાદિ સંયમના તેમ જ ઉપકારના કાર્યમાં થાકે નહીં એવા દઢ સંઘરણના ધારક હોય તે “દઢ સંઘયણું” ગુણ.
૪. વાકચાતુર્યયુક્ત હોય તે ચોથી વચન સપદા. તેના ૪ પ્રકાર ૧. કઈ પણ ખંડન ન કરી શકે તેવા સદૈવ ઉત્તમ વચનના બેલનાર, કેઈને તુંકારે ન લાવે, એમનાં વચન સાંભળી પરપ્રવાદી પણ સાનંદાશ્ચર્ય પામે તે “પ્રશસ્તવચની,” ૨. કમળ, મધુર, ગાંભીર્યયુક્ત સુસ્વરથી બેલે તે “મધુરતા,” ૩. રાગદ્વેષ, પક્ષપાત તથા કલુષિતપણ રહિત બોલે તે “અનાશ્રિત” અને, ૪. ગણગણાટ આદિ દોષરહિત, સ્પષ્ટ, બાળક પણ સમજી શકે તેવાં વચન બોલે તે “ફુટતા” ગુણ.
+ જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિ અથે, વૃદ્ધાવસ્થા કે રોગાદિ કારણે અધિક રહેવું પડે છે તે વાત અલગ છે.