________________
૧૯૮
જૈન તત્વ પ્રકાશ
આ પાંચ પ્રકારનો ચોર મરીને દેવતામાં ચાંડાળ સમાન, નીચ જાતિવાળે, મિથ્યાષ્ટિ, દુર્ગછનીય, નિંદનીય એવો કિલિવષી દેવતા થાય છે. ત્યાંથી ચવીને બકરે વગેરે થઈ, ત્યાંથી મરી નરક તિર્યંચાદિ નીચ ગતિમાં અનંત કાળ પર્યત પરિભ્રમણ કર્તા રહે છે, પરંતુ તેને બોધિબીજની પ્રાપ્તિ થવી બહુ જ દુર્લભ હોય છે. આવું દુષ્ટ પરિણામ દગલબાજીનું છે. આમ વિચારી આચાર્યજી કદાપિ માયાનું સેવન કરતા નથી. બાહ્યાવ્યંતર વિશુદ્ધ, નિર્મળ, સદૈવ સરળ સ્વભાવ રહે છે.
૪. લોભ–તેનું નિવાસસ્થાન રોમેરોમમાં છે. “સોદો સંદવિશાળો” લાભ સર્વ સદ્દગુણોનો નાશ કરે છે, એની જાળમાં ફસાયેલા પ્રાણી સુધા, તૃષા, શીત, તાપ, અપમાન, માર, આદિ અનેકવિધ દુઃખને ભક્તા થાય છે. તે ગુલામી કરે છે, ગરીબોને ફસાવે છે, કુટુંબેને દગો દે છે, જાતિ અને ધર્મ વિરુદ્ધ કૃત્ય કરે છે. પંચેન્દ્રિયની ઘાત કરે છે. ઈત્યાદિ અનેક અકૃત્ય કરતાં કરતાં મૃત્યુના મુખમાં પડે છે ત્યાં સુધી પણ તેને તૃપ્તિ થતી નથી.
કપિલ કેવળી કહે છે–હું રામો તા ઢોમાં અર્થાત્ જેમ લાભ વધતું જાય તેમ લોભ પણ વધતો જાય છે, પણ તૃષ્ણની ખાઈ કદી પુરાતી નથી. અંતે તે મહામુસીબતે ઉપાર્જિત કરેલ દ્રવ્ય અહીં જ છેડી કરેલાં પાપનો પિટલે સાથે લઈ નરક તિર્યંચાદિ દુર્ગતિમાં ચાલ્યા જવું પડે છે. લેભ (લભ એટલે અસંતોષ)ને અનેક અનર્થોનું મૂળ જાણી આચાર્ય મહારાજ સદૈવ સંતેષમાં મગ્ન રહે છે.
ઉક્ત ચારે કષાયેના પર૦૦ ભાંગા થાય છે.
૧. જે કષાય સમ્યકત્વની પ્રાપ્તિ થવા ન દે તે અનંતાનુબંધીને ચોક. ૧. ધ–તે પર્વતની ફાટ સમાન, તે ધથી દિલમાં પડેલી ફાટ કદી પુરાય નહીં. ૨. માન-પથ્થરના સ્તંભ સમાન, તે કદી નમે નહીં. ૩. માયા–વાંસની ગાંઠ સમાન, મહા કપટી અને ૪. લાભ-કિરમજના રંગ સમાન, કપડું બળે પણ રંગ ન જાય. એ ચારે અનંતાનુબંધી કષાયની સ્થિતિ યાજજીવનની. તેના ઉદયમાં સમકિતની પ્રાપ્તિ ન થાય. અને આ કષાયમાં મરવાવાળે નરક ગતિમાં જાય.