________________
જૈન તત્વ પ્રકા૨
૧૯૬
૩. ધુમાડાથી રૂંધીને મારે. ૪. મસ્તકમાં ઘા કરીને મારે. ૫. મસ્તક પર ચામડાની વાધરી બાંધીને મારે. ૬, મૂર્ખ, અપંગ કે પાગલનો ઉપહાસ કરે. ૭-૮ પોતે અનાચારનું સેવન કરી છુપાવે અને બીજા પર તે
દેષ ટાળે. ૯. સભામાં મિશ્રભાષા બોલે. ૧૦. ભોગીના ભોગ બલાત્કારે છેડાવે. ૧૧. બ્રહ્મચારી ન હોય છતાં પિતાને બ્રહ્મચારી કહેવડાવે. ૧૨. બાલબ્રહ્મચારી ન હોય છતાં બાલબ્રહ્મચારી કહેવડાવે. ૧૩–૧૪. સૌએ મળીને જેને મેટેરો સ્થાપે તે દુઃખદાયી નીવડે
તથા સૌ તે મેટેરાને દુઃખ દે. ૧૫. સ્ત્રી-પુરુષ પરસ્પર વિશ્વાસઘાત કરે. ૧૬-૧૭. એક દેશના કિંવા અનેક દેશના રાજાની ઘાત ચિંતવે. ૧૮. સાધુને સંયમથી ભ્રષ્ટ કરે. ૧૯-૨૦-૨૧. તીર્થકરની, તીર્થંકરપ્રણીત ધર્મની અને આચાર્ય,
ઉપાધ્યાયની ભક્તિ કરે નહિ. ૨૨. આચાર્ય ઉપાધ્યાયની નિંદા કરે. ૨૩. બહુસૂત્રી ન હોવા છતાં બહુસૂત્રી કહેવડાવે. ૨૪. તપસ્વી ન હોવા છતાં તપસ્વી કહેવડાવે. ૨૫. જ્ઞાની, વૃદ્ધ, રેગી, તપસ્વી, નવદીક્ષિત એમની સેવાભક્તિ
કરે નહીં. ૨૬. ચાર તીર્થમાં ફૂટ પડાવે, કલેશ કરાવે. ર૭. જ્યોતિષ મંત્રાદિ પાપસૂત્ર ચે. ૨૮. અપ્રાપ્ત દેવ મનુષ્યનાં સુખની ઈચ્છા કરે.