________________
જૈન તત્ત્વ પ્રકાશ
મોટા મોટા જ્ઞાની, ધ્યાન, તપસ્વી, સંયમી પુરુષો પણ માનને વશ પડી પિતાનાં પાપોને છુપાવી રાખે છે. અને તેના પરિણામે વિરાધક (જિનાજ્ઞાનો ભંગ કરનાર) બની દુર્ગતિ પામે છે. માનથી અંધ બનેલા જીવ, ધન, કુટુંબ અને પિતાના શરીરને પણ તૃણવત્ ગણી તેને નાશ કરતાં અચકાતા નથી અને મહા દુઃખી થાય છે. માનીને સ્વભાવ સદેવ અવગુણગ્રાહી હોય છે.—પરાયાં છિદ્રો શોધ્યા કરે છે. ઇત્યાદિ દુર્યાનમાં રહેવાથી નિરંતર તેને કર્મબંધ થયા કરે છે. જ્યાં માન હોય ત્યાં કોઈ પણ હોય જ.
માન આઠ પ્રકારે ઉત્પન્ન થાય છે. ૨. જ્ઞાતિ ૨. ૩૪ રૂ. ૨૪ ક, અમ વ. ૩ ૬. તા ૭. શ્રત .વૈશ્વર્ય.
૧. મારું મોસાળ ખાનદાન છે, મારી માતા સુશીલાદિ ગુણસંપન્ન છે, ઈત્યાદિ માતાના પક્ષનું અભિમાન કરવું તે “ જાત્યાભિમાન.” - ૨. મારા પિતા, પિતામહ કેવા મહાન છે! હું બ્રાહ્મણ, ક્ષત્રિય, શેઠ, પટેલ, આદિ ઉત્તમ કુલત્પન્ન છું, એમ પિતાના પક્ષનું અભિમાન કરે તે “કુલાભિમાન.”
૩. મેં આવાં પરાક્રમ કર્યા છે. કોની તાકાત છે કે મારી સામે થાય ? ઈત્યાદિ બળનું અભિમાન કરે તે “બલાભિમાન.”
૪. હું કમાઉં છું, અથવા ગૌચરીમાં હું હોઉં ત્યારે ઈચ્છિત વસ્તુ મળે છે ઈત્યાદિ કહે તે “લાભાભિમાન.”
૫. મારા સરખું સ્વરૂપવાન કે તેજસ્વી બીજું કોણ છે એમ કહે તે “રૂપાભિમાન.”
૬. હું મહાન તપસ્વી છું, અમુક ઉપવાસ તો મારી ગણતરીમાં જ નહીં એમ કહે તે “તપાભિમાન.”
૭. સર્વ શાસ્ત્રને જ્ઞાતા છું, મેં આટલા ગ્રંથ રચ્યા, વાડી મારી સામે ટકી શકે જ નહીં, ઈત્યાદિ ગર્વ કરવો તે “શ્રુતભિમાન.”