________________
• ૧૯૦
જૈન તત્વ પ્રકાશ
શ્રી “દકાલિક”માં કહ્યું છે –
हत्थ पाय पडिच्छिन्नं, कन्न नास विगपियं ।
अबि वासलयं नारी, बंभयारी विवज्जए । અર્થ – જેનાં હાથ પગ, નાક, કાન છેદાયેલાં હોય તેવી સો વર્ષની વૃદ્ધા પણ જે મકાનમાં રહેતી હોય ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહીં.
૨. થા –સ્ત્રીના સૌંદર્ય, શંગાર, હાવભાવનું વર્ણન, આદિ વિષયવર્ધક વિકથા કરવી નહીં. જેમ આંબલી કે લીંબુનું નામ માત્ર સાંભળવાથી પાણી છૂટે છે, તેવી રીતે ઉક્ત વિકથા વિકાર ઉપજાવે છે.
. –જેમ ઘઉંને લોટ બાંધ્યા પછી તેની પાસે ભૂ છું કેળું રાખવાથી લેટને કસ ઊડી જાય છે, તેમ સ્ત્રી-પુરુષ એક આસને બેસવાથી બ્રહ્મચર્યને નાસ થાય છે.
૪. તા–જેમ સૂર્યના સામું વધારે વખત જોવાથી નેત્રનું તેજ - ઘટે છે, તેમ સ્ત્રીનાં અંગોપાંગ વિષય બુદ્ધિથી જોવાથી બ્રહ્મચર્ય નષ્ટ થાય છે.
૫. ૩૦–જેમ મેઘગર્જનાથી મેર હર્ષ પામે છે તેમ ભીંત કે ખપેડાને આંતરે રહેતાં સંયેગી દંપતીના શબ્દ સાંભળવાથી વિકાર ઉત્પન્ન થાય છે.
૬. મ–જેમ કેઈ મુસાફરે એક ડેશીના ઘરની છાશ પીધેલી તે પછી છ મહિને પાછો આવતાં તે ડોશીએ કહ્યું, “તમારા ગયા બાદ છાશમાંથી મરેલો સાપ નીકળ્યા હતા. તમે જીવતા રહ્યા તે જોઈ મને આનંદ થયે.” આટલું સાંભળતાં જ તે મુસાફરને ઝેર ચડયું અને તે મરી ગયે. આવી જ રીતે, સંસારાવસ્થામાં ભેગવેલા ભેગેનું સ્મરણ કરવાથી બ્રહ્મચર્ય નષ્ટ થાય છે.