________________
પ્રકરણ ૩ જુ આચાર્ય
156
૮. આકુટી જાણીબુઝીને હિંસા કરે, જૂઠું બોલે, ચોરી કરે, મૈથુન સેવે, ધાતુ પાસે રાખે, રાત્રિ ભોજન કરે તેને બીજી વખત દીક્ષા આપે તે “મૂલ પ્રાયશ્ચિત.
૯. જે કઈ કુરતાથી પોતાના કે પરના શરીર પર લાકડી, મુષ્ટિ આદિને પ્રહાર કરે, ગર્ભપાત કરે તેને સંપ્રદાયથી અલગ રાખી તેને એક જ સ્થાન પર બેસી રહેવું વગેરે દુષ્કર તપ કરાવી ફરી દીક્ષા દે, તે “અણવઠ્ઠિય પ્રાયશ્ચિત્ત.”
૧૦. પ્રવચન ઉથાપક, ઉત્સવ પ્રરૂપક સાધ્વીનું વ્રત ભંગ કરનાર એવાને વેષ પરિવર્તન કરાવી જઘન્ય છ માસ, ઉત્કૃષ્ટ બાર વર્ષ પર્યત સંપ્રદાયથી અલગ રાખી દુષ્કર તપ કરાવી ગ્રામાનુગ્રામ ફેરવીને બીજી • વખત દીક્ષા આપે તે “પારચિય પ્રાયશ્ચિત્ત. છેલ્લા બે પ્રાયશ્ચિત્ત આ કાળમાં અપાતા નથી.)
૮. વિનય તપ-ગુરુ આદિ વડીલેન, વયે વૃદ્ધનાં, ગુણવૃદ્ધનાં સત્કાર સન્માન કરે તે વિયેતપ.
વિનયતપના ૭ પ્રકાર છે –૧. જ્ઞાન વિનય, ૨. દર્શન વિનય, ૩. ચારિત્ર વિનય, ૪. મન વિનય, પવચન વિનય, ૬. કાયા વિનય, ૭. લેકવ્યવહાર વિનય.
૧. તેમાં જ્ઞાન વિનયના ૫ પ્રકાર છે-૧ ઉપાતિકી + આદિ બુદ્ધિના ધારક તે “મતિજ્ઞાની.” ૨. નિર્મળ ઉપયોગી શાસ્ત્ર તે “શ્રુતજ્ઞાની”. ૩. મર્યાદામાં રહેલ રૂપી દ્રવ્યોને જાણે તે “અવધિજ્ઞાની” ૪. અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેંદ્રિયના મનોગત ભાવને જાણે તે “મન:પર્યવજ્ઞાની”. અને ૫. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે તે - “કેવળજ્ઞાની. આ પાંચ જ્ઞાનીને વિનય કરે તે જ્ઞાન વિનય.
0 બુદ્ધિ ૪ પ્રકારની–૧. નવી વાત ઊપજે હાજરજવાબીપણું વગેરે • ઉત્પાતિકી, ૨ વિનયથી પ્રાપ્ત થાય તે નચિકી, ૩. કામ કરતાં વધે તે કાર્તિકી અને, ૪. વય વધતાં વધે તે પરિણામિકી બુદ્ધિ.