________________
१७८
જૈન તત્વ પ્રકાશ તારું મમત્વ છૂટતું નથી, કરોળિયાની જેમ પોતે બાંધેલી જાળમાં પોતે જ સપડાય છે અને દુઃખી થાય છે. રે! મૂઢશિરોમણિ! તને ધિકકાર છે. અરે ! હવે તે મેહનિદ્રામાંથી કંઈક જાગૃત થા. મારું શું અને પરાયું કયું તેને વિવેક શીખ, પરપદાર્થોની પ્રીતિ છેડ. નિજ પદાર્થ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયની પ્રીતિ કરી સુખી થા. આવો વિચાર કરે તે “એકવાનુપ્રેક્ષા.”
૪. રે આત્મન્ ! તે નરકમાં ક્ષેત્રવેદના, પરમાધામીકૃત વેદના, તિર્યંચમાં છેદનભેદન, તાડન તર્જન, પરાધીનતા, મનુષ્યમાં દરિદ્રતા, રોગશોકાદિ અને દેવતામાં આભિયોગિક દેવપણે હલકાં કામ કર્યો તથા વજી પ્રહારો સહ્યા.
આમ, ચારે ગતિમાં અનંત દુઃખ સહન કરતાં કરતાં અનંતાનંત કાળ વી. કષ્ટોથી કર્મ નિર્જરી પુણ્યની વૃદ્ધિ થતાં મનુષ્યજન્માદિ સામગ્રી મળી, તે હવે તું આરંભ પરિગ્રહને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરી, કોધાદિ પ્રકૃતિઓનો નાશ કર કે જેથી તું આ બધી વિટંબણાથી છૂટે અને મોક્ષરૂપ પરમપદને પ્રાપ્ત કરી સુખી થાય. આવો વિચાર કરે તે “સંસારાનુપ્રેક્ષા.”
આ ધર્મધ્યાનના ૧૬ ભેદ થયા. હવે ચોથા શુકલધ્યાનના-૪ પાયા.
૧. અનંત દ્રવ્યાત્મક લેકમાંનું એક દ્રવ્ય ગ્રહણ કરી તેના 1 ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂર્તત્વ, અમૂર્ત આદિ અનેક ધર્મોનું ચિંતન કરે; અર્થ ઉપરથી શબ્દ ઉપર અને શબ્દ ઉપરથી અર્થ ઉપર ચિંતન માટે પ્રવતે તે ધ્યાન “પૃથફવિતર્ક સવિચાર કહેવાય છે.
૨. ઉત્પાદાદિ દ્રવ્યની એક જ પર્યાયને ભેદભાવ રહિત, એકત્રપણે, આકાશાદિ પ્રદેશનું અવલંબન કરી રહે. તેને વિચાર કરે. વિચાર પલટે નહીં અને આગળ વધતા જાય અથવા આત્માના એક