________________
૧૮૫
પ્રકરણ ૩જુ : આચાર્ય
૨. તેમની અનુપસ્થિતિમાં તીર્થંકર પ્રણિત, ગણધર ગ્રથિત આચારાંગાદિ સૂત્ર વર્તમાનમાં જેટલાં ઉપલબ્ધ હોય તેમાં કથિત આચારાનુસાર પ્રવૃત્તિ કરે તે “સૂત્ર વ્યવહાર.”
૩. તેના અભાવે જે વખતે જે આચાર્યજી હોય તેમની આજ્ઞામાં વર્તે તથા તેઓ દેશાંતરમાં રહ્યા થકા અન્ય દ્વારા આજ્ઞા કરે તે પ્રમાણે વર્તે તે “આજ્ઞા વ્યવહાર.”
૪. તેના અભાવે આચાર્ય પાસેથી આપણું ગુર્વાદિએ જે પ્રકારની ધારણા કરી હોય તથા પરંપરાથી ધારણા ચાલી આવતી હોય તે પ્રમાણે વર્તે તે “ધાર વ્યવહાર.”
૫. તેના પણ અભાવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં ફરક પડે જાણી, સંઘયણ આદિની હીનતા જોઈ, ચતુર્વિધ સંઘ એકત્ર થઈ જે નિરવ મર્યાદા-કાનૂન બાંધે અને તે પ્રમાણે વર્તે તે “જીત વ્યવહાર.”
આ પાંચે વ્યવહારના આચાર્યજી સમ્યફ પ્રકારે જ્ઞાતા હોય છે. અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે–કરાવે છે. નિરંતર જ્ઞાન, ધ્યાન, તપ, સંયમમાં તથા સદુપદેશાદિ ધર્મવૃદ્ધિના પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્ત રહી બળ, વીર્ય, પરાક્રમ ફેરવે છે અને અન્યને સમજાવે છે કે અહો ભવ્ય જીવો ! આ જીવે ભવભ્રમણ કરતાં સુધા, તૃષા, શીત, તાપ ઈત્યાદિ દુખ પરવશપણે અનંત સહ્ય, પણ તેથી કશી ગરજ સરી નહીં, સકામ નિર્જરા થઈ નહીં. ઊલટું, કર્મબંધન કરી અધિકાધિક દુઃખ પામ્યો. માટે હે જીવ! તું પરવશે સહેલા દુઃખને અનંતમે ભાગ પણ સ્વવશે ધર્માથે સહન કર. પ્રાપ્ત કામોગાદિનો ત્યાગ કરી સંયમાચરણ કર, ગ્રામાનુગ્રામ વિહાર કર. આર્ય અનાર્ય તરફથી પ્રાપ્ત થતા અનુકૂળ પ્રતિકૂળ પરિષદને સમભાવે સહન કર, આંતરિક વિષય, કષાય, મદ, મત્સર, અહંતા, મમતારૂપ શત્રુઓનું દમન કર. નિરંતર ધર્મારામમાં રમણ કર કે જેથી અલ્પકાળમાં આત્મા આધિ, વ્યાધિ ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી તેમજ ભવભ્રમણથી છુટકારો પામે, મેક્ષના પરમાનંદને પ્રાપ્ત કરે. આ પરમે ત્તમ અવસર પ્રાપ્ત થયે છે, માટે