________________
પ્રકરણ ૩ જુ: આચાર્ય
૧૮૭ તે તે ઉપર રાગદ્વેષ કરી કર્મબંધ કરે નહીં. શ્રતેન્દ્રિયથી કમબંધ કરનાર પ્રાણી ભવાંતરે બહેરા તથા કાનના અનેક રોગવાળા થાય છે અથવા ચતુરિન્દ્રિયાદિ ભવ પામે છે, કે જ્યાં કાન જ હોતા નથી. એથી ઊલટું, જે શ્રોતેન્દ્રિયને કાબૂમાં રાખે છે, તે કાનનું આરોગ્ય પામવા ઉપરાંત મંગળકારી વચનો સાંભળી ક્રમશઃ વિષને જીતી મોક્ષ પ્રાપ્ત કરે છે.
૨, ચક્ષુરિન્દ્રિય – તેના પ વિષયઃ ૧. કાળે, ૨. લીલો, ૩. રાતે, ૪. પીળે, પ. ધળે, આ પાંચ વિષયોને ઉપર્યુક્ત પ્રકારે સજીવ, નિજીવ અને મિશ્ર એ ત્રણે ગુણતાં ૧૫ ભેદ થયા. તેને શુભ અશુભ બેએ ગુણતાં ૩૦ થયા. તેને રાગદ્વેષ બેએ ગુણતાં ૬૦ વિકાર ચક્ષુરિન્દ્રિયના થાય છે.
ચક્ષુરિન્દ્રિયના વિષયમાં આસક્ત થવાથી પતંગ દીપક પર પૃપાપાત કરી મરણને શરણ થાય છે. તે મનુષ્યના શા હાલ! આમ, વિચારી રાગદ્વેષ ઊપજે તેવાં રૂપ જોવા નહીં. જોવામાં આવે તો તેના પર રાગદ્વેષ કરી કર્મો બાંધવાં નહીં, ચક્ષુરિન્દ્રિયથી કર્મ બાંધનાર પ્રાણી આંધળે, કાણે કે આંખના રોગવાળા થાય છે. અથવા તે ઈદ્રિય આદિની ગતિમાં જાય છે, જ્યાં આંખ હોતી નથી. જે ચક્ષુરિન્દ્રિયને કાબૂમાં રાખે છે, તે તસંબંધી કર્મ બાંધતા નથી અને દિવ્ય ચક્ષુ પામે છે. સારા રૂપનું અવલોકન કરવાવાળા થાય છે. તત્પશ્ચાત્ . ઈન્દ્રિયનિગ્રહ કરી કમશઃ મોક્ષ પામે છે.
૩. ધ્રાણેન્દ્રિય- તેને ૧. સુરભિગધ અને, ૨. દુરભિગંધ એ બે વિષય છે. તેના સચિત, અચિત અને મિશ્ર એમ છ ભેદ થયા. તે છ ઉપર રાગ અને દ્વેષ કરવાથી પ્રાણેન્દ્રિયના ૧૨ વિકાર હોય છે.
ધ્રાણેન્દ્રિયના વિષયમાં આસક્ત થઈ ભમરા પુષ્પમાં ફસાઈ. મૃત્યુ પામે છે, તે મનુષ્યના શા હાલ, એમ વિચારી રાગદ્વેષ ઉપજે તેવી ગંધ સુંઘવી નહીં. વાસ આવે ત્યારે તેને ઉપર રાગદ્વેષ કરવા નહીં.