________________
૧૮૬
જૈન તત્વ પ્રકાશ.
ચેતો! ચેતે ! પ્રમાદ તજી અલભ્ય લાભ મેળવો, ઈત્યાદિ બોધથી સમજાવી લોકોને ધર્મમાર્ગમાં જોડે, તથા ચારે તીર્થને યથોચિત સહાય પોતે આપીને તથા બીજા પાસે અપાવીને ધર્મવૃદ્ધિના કામમાં વીર્યબળ ફેરવે છે, તે વીર્યાચાર.
વર્યાચારના ત્રણ ભેદ –૧. ઉપગપૂર્વક ઘર્મ કરવું ૨. ધર્મકાર્યમાં વિર્ય ગોપવવું નહિ. ૩. યથાશક્તિ ધર્મકાર્ય કરવું. આચાર્યજી આ પ્રમાણે કરે અને બીજા સાધુઓ પાસે કરાવે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વર્ણન ચારિત્રાચારમાં કહેવાઈ ગયું છે.
પાંચ ઈદ્રિય નિગ્રહ ૧. શ્રોતેંદ્રિય- તેના ૩ વિષયઃ ૧. મનુષ્ય, પશુ, પક્ષી આદિ બેલે તે “જીવ શબ્દ, ૨. ભત વગેરેના પડવાથી શબ્દ થાય તે “અજીવ શબ્દ” ૩. વાજિંત્ર વગાડનાર જીવ તથા વાજિંત્ર અજીવ એ બન્નેના સંગે શબ્દોત્પત્તિ થાય તે મિશ્ર શબ્દ”
શ્રોતેંદ્રિયના ૧૨ વિકાર. જેમ પુણ્યાત્મા બોલે તે સારું લાગે, પાપાત્મા બોલે તે ખરાબ લાગે. એ જીવ શબ્દના બે પ્રકાર. રૂપિયાને અવાજ સારો લાગે, ભીંત પડવાનો અવાજ ખરાબ લાગે. એ અજીવ શબ્દના બે પ્રકાર. ઉત્સવનાં વાજિંત્ર સારાં લાગે, મૃત્યુનાં વાજિંત્ર ખરાબ લાગે છે. મિશ્ર શબ્દના બે પ્રકાર. ઉક્ત ૩. શબ્દો શુભ અને ૩ અશુભ એમ છ પ્રકાર થયા. વળી, એ જ પ્રકારના શબ્દો ક્યારેક સારા લાગે અને ક્યારેક ખરાબ લાગે છે. જેમ લગ્નનાં ફટાણાં ખરાબ છતાં કઈ સારાં માને. અને લગ્ન પ્રસંગે “રામ બોલો ભાઈ રામ એ વાક્ય સારું હોવા છતાં ખરાબ લાગે. ઉક્ત છને રાગદ્વેષથી બમણું કરતાં શ્રોતેંદ્રિયના ૧૨ વિકાર થાય છે.
શ્રોતેંદ્રિયના વિષયમાં આસક્ત થવાથી હરણ પ્રાણમુક્ત થાય છે, સર્પ બંદીવાન બને છે, તે મનુષ્યની શી ગતિ થશે એમ વિચારી રાગદ્વેષ ઉત્પન્ન થાય તેવા શબ્દ સાંભળે નહિ, કદાપિ સાંભળવામાં આવે