________________
૧૭
પ્રકરણ ૩જુ આચાર્ય તિર્યફ એમ ત્રણ લોકના આકારનું સ્વરૂપ વિચારે તે “સંતાન વિચય. ધર્મધ્યાનના ૪ લક્ષણ–૧. વીતરાગ પ્રણીત શાસ્ત્રાનુસાર ક્રિયા કરવાની રૂચિ તે “આજ્ઞારુચિ, ૨. જીવાદિક ૯ તત્વનું સત્ય સ્વરૂપ જાણવાની સ્વાભાવિક રુચિ તે “નિસર્ગ રુચિ.” ૩. ગુરુ આદિન સોળ શ્રવણ કરવાની રુચિ તે “ઉપદેશ રૂચિ.” અને, ૪. આચારાંગાદિ સૂત્ર સાંભળવાની. રુચિ તે “સૂત્રરુચિ.
ધર્મધ્યાનનાં ૪ આલંબન : ૧. વાચના, ૨. પૃચ્છના. ૩. પરિયટ્ટણી, અને ૪. ધર્મકથા (આનો અર્થ સ્વાધ્યાય તપમાં કહ્યો છે)
ધર્મધ્યાનની ૪ અનુપ્રેક્ષા. રે જીવ ! પુરણગલન એટલે ભેગા થવું અને વીખરાવું એવા સ્વભાવવાળા પૌગલિક પદાર્થોમાં તું રોપા રહે છે, પણ પુગલ પરની એ પ્રીતિ જ તને દુઃખરૂપ થઈ પડવાની છે. કારણ કે પુણ્ય ખૂટતાંની સાથે જ જોતજોતામાં. તેને નાશ થઈ જશે. અગર આયુષ્ય ખૂટતાં તે બધું છોડીને ચાલ્યા જવું પડશે. જેને તું સુખરૂપ માને છે તે સુખરૂપ નથી, કેવળ દુઃખરૂપ જ છે. એમ વિચારી એના ઉપરથી મમત્વ છોડી સુખી બન. આવો વિચાર કરે તે “અનિત્યાનુપ્રેક્ષા.”
૨. રે ! રમૈતન્ય ! તું સ્વજનોને આધારભૂત માની રહ્યો છે, પરંતુ જ્યાં સુધી તારી પાસે ધન છે, તારું શરીર સશક્ત છે, ત્યાં સુધી તેઓ તારી સહાયતા કરો. જ્યારે તું નિર્ધન કે અશક્ત બનશે ત્યારે તેઓ જ તારો તિરસ્કાર કરશે. સાચો મિત્ર અને સહાયક તે શ્રીજિનેશ્વર દેવ પ્રણીત ધર્મ જ છે એમ જાણી બીજાની આશા છોડ અને સદ્ધર્મનું શરણ ગ્રહણ કર. એવો વિચાર કરે તે “અશરણાનુપ્રેક્ષા.”
૩. રે! જીવ ! તું એકલો આવ્યો છે, એકલો જ જવાનો છે.. જેને તે પ્રાણથી પયારું ગણી પાળીપોષી ખૂબ સુખી રાખ્યું છે તે શરીર પણ તારી સાથે નહીં આવે, તો પછી ધન કુટુમ્બાદિનું તે કહેવું જ શું! તું તો સત્ ચિત્ આનંદરૂપ છે અને આ સઘળો સંયોગ વિનાશી છે. સંસારના ક્ષણભંગુર પદાર્થોના સંગથી તે આ સંસારમાં અનંત વિટંબણા ભેગવી છે, છતાં પણ તેનાથી ૧૨