________________
- ૧૭૨
જેન તન્ય પ્રકાશ
ભાવથી ચારિત્ર પાળે તે “યથાખ્યાત ચારિત્રી. આ ચારિત્રવાળાને અંતમુહૂર્તમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ પાંચે ચારિત્રવાળાનો વિનય કિરે તે “ચારિત્ર વિનય’.
૪. અપ્રશસ્ત, કર્કશ, કઠોર, છેદક, ભેદક, પરિતાપકારી એવા વિચાર મનમાં ન આવવા દે અને પ્રશસ્ત, કમળ, દયાળુ, વૈરાગી વિચાર કરે તે “મન વિનય'.
૫. કર્કશ, કઠોર, છેદક, ભેદક પરિતાપકારી ઈત્યાદિ વચને ચાર - ન કરે અને પ્રશસ્ત વચનોચ્ચાર કરે તે “વચન વિનય.
૬. ગમનાગમન કરતાં, ઊભા રહેતાં, બેસતાં, સૂતાં. સર્વ - ઇંદ્રિયોને અપ્રશત કાર્યોથી રોકી પ્રશસ્ત કાર્યમાં પ્રવર્તાવે તે “કાય વિનય.
૭. લેક વ્યવહાર વિનય-તેના ૭ પ્રકાર છે– ૧. ગુરુની આજ્ઞામાં વ. ૨. ગુણાધિક સ્વામીની આજ્ઞામાં વતે ૩. સ્વધર્મનું કાર્ય કરે. ૪. ઉપકારીને ઉપકાર માને. ૫. અન્યની ચિંતા ટાળવાનો ઉપાય કરે. ૬. દેશકાળને ઉચિત પ્રવૃત્તિ કરે. ૭. વિચક્ષણતા, નિષ્કપટતાપૂર્વક સર્વને પ્રિય લાગે તેવાં સર્વ કામ કરે.
૯ વૈયાવચ્ચ તપના ૧૦ પ્રકાર:–૧. આચાર્ય, ૨. ઉપ- ધ્યાય, ૩. શિષ્ય ૪. ગ્લાન (રેગી), ૫. તપસ્વી, ૬. સ્થવિર, ૭. સ્વધામી, ૮. કુલ (ગુરુભાઈ), ૨. ગણ (સમ્પ્રદાયના સાધુ) અને ૧૦. સંઘ (તીર્થ).
આ દસને આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધોપચારાદિ જોઈએ તે લાવી આપે, પગ ચંપી આદિ કરે તે “વૈયાવચ્ચ તપ.”
૧૦ સઝાય તપના ૫ પ્રકાર– ૧. ગીતાર્થ–બહુસૂત્રીને પ્રસન્ન કરી તેની પાસે શાસ્ત્રાભ્યાસ કરે તે વાચના. ૨. સૂત્રાર્થમાં સંશય પડે તે જરા પણ શરમ રાખ્યા વિના વિનય પૂર્વક પ્રશ્નોત્તર કરી સંદેહની નિવૃત્તિ કરે તે પૃચ્છના ૩. સંદેહરહિત ગ્રહણ કરેલા જ્ઞાનને વારંવાર યાદ કરે જેથી જ્ઞાન નિશ્ચલ થાય, સ્મરણશક્તિ વધે તે “પરિયકૃણા”. ક. પુનરાવૃત્તિ કરતાં પોપટની પેઠે શૂન્યચિત્ત ન રાખે પણ તેના અર્થ પરમાર્થ પ્રતિ દીર્ઘ ઉપગ રાખે તે “અનુપ્રેક્ષા. આથી શુદ્ધિની વૃદ્ધિ અને મહાનિર્જરા થાય છે. અને, ૫. ઉક્ત ચાર પ્રકારના નિશ્ચલ નિઃસંદેહ પ્રાપ્ત કરેલા જ્ઞાનનો લાભ બીજાને પણ આપે અર્થાત્ પરિષદમાં ઉપદેશ દે તે “ધર્મકથા’, જેથી શાસનની ઉન્નતિ, ધર્મવૃદ્ધિ આદિ મહા ઉપકાર થાય, તે પાંચ પ્રકારનાં સ્વાધ્યાય ત૫.