________________
* ૧૭૦
જૈન તત્ત્વ પ્રકાશ
૨. દર્શન વિનયના બે પ્રકાર–૧. શુદ્ધ શ્રદ્ધાવંત આવે તેને સત્કાર દે. આસનથી ઉઠી આમંત્રણ કરે, ઊંચા સ્થાને બેસાડે, વંદના ગુણાનુવાદ કરે, નમસ્કાર કરે, પોતાની પાસે ઉત્તમ વસ્તુ હોય તે તેને સમર્પણ કરે, યથાશક્તિ યાચિત સેવાભક્તિ કરે, તે શુશ્રુષા વિનય અને ૨. અનાશાતના વિનય.
તેને ૪પ પ્રકાર છે -૧. અમુક અરિહંતના નામ સ્મરણથી દુઃખ કે ઉપદ્રવ થાય, ધન, સ્ત્રી, પુત્રને વિયેગ થાય તથા શત્રુને. નાશ થાય ઈત્યાદિ કહે તે “અરિહંત આશાતના.”
૨. જૈન ધર્મમાં સ્નાન, તિલકાદિ કંઈ અવલંબન નથી તે સારુ, નહીં, એમ કહે તે “અરિહંત પ્રણીત ધર્મની આશાતના.”
૩. પાંચ આચારના પાલક, દીક્ષા-શિક્ષાના દાતા આચાર્યજી વયમાં કે બુદ્ધિમાં ન્યૂન હોય તે કારણે તેમને વિનય ન સાચવે તે. “આચાર્ય આશાતના.”
૪. દ્વાદશાંગી શાસ્ત્રના પાઠી, રવસમય પરસમયના જાણું અને શુદ્ધ સંયમના પાલણહારના અવર્ણવાદ બોલે, સત્કાર-સન્માન ન કરે. તે “ઉપાધ્યાય આશાતના.”
પ. એ પ્રમાણે વયસ્થવિર (૬૦ વર્ષની ઉમરન), દીક્ષા વિર, ૨૦ વર્ષની દીક્ષાવાળા) અને જ્ઞાન સ્થવિર (સ્થાનાંગ સમવાયાંગ સૂત્રના. રહસ્યના જાણકાર) એ ત્રણે સ્થવિરેની આશાતન કરે તે “સ્થવિર આશાતના.
૬. એક ગુરૂના અનેક શિષ્યો પરસ્પર આશાતના કરે તે - “કુળ આશાતના.”
૭. સંપ્રદાયના સાધુ પરરપર આશાતના કરે તે “ગણ આશાતના”
૮. સાધુ-સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની આશાતના કરે તે “સંઘ આશાતના.”
૯, શાસ્ત્રોક્ત શુદ્ધ કિયા કરનારની આશાતના કરે તે “કિયાવંતની આશાતના.”
૧૦. એક જ મંડલમાં આહાર કરવાવાળાની આશાતના કરે તે સંભોગીની આશાતના.”