________________
૧૬૮
જૈન તત્ત્વ પ્રકાશ સમર્થ ૭. સાંભળેલા દોષ કોઈને કહે નહીં તેવો ગંભીર, ૮. દોષીના મુખથી દોષ કબૂલ કરાવી પ્રાયશ્ચિત આપનાર, ૯. સાનમાં સમજે તે વિચક્ષણ અને, ૧૦. જેને પ્રાયશ્ચિત્ત આપે તેની શક્તિનો જાણકાર.
૧૦ પ્રકારનાં પ્રાયશ્ચિત
૧. પિતાને માટે અથવા આચાર્ય, ઉપાધ્યાય, રવિર, તપસ્વી, રોગી, વૃદ્ધ, બાલક સાધુને માટે આહાર, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિ લેવા અથવા કેઈ કામ પ્રસંગે બહાર જાય અને પાછો ગુરુ સમીપ આવે તે દરમ્યાન જે જે અતિક્રમ-વ્યતિકમ થયા હોય તે બધા ગુરુ આદિ મેરાની સમીપ કહેવાથી અજાણપણે લાગેલા દોષોથી શુદ્ધ થવાય તે આલેચના પ્રાયશ્ચિત્ત”
૨. વિહારમાં, આહારમ, પ્રતિલેખનમ, બેલવામાં. ચાલવામાં, અજાણતાં જે દોષ લાગ્યા હોય તેની પ્રતિક્રમણથી નિવૃત્તિ થાય તે પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત'.
૩. બીજા પ્રાયશ્ચિત્તમાં કહેલાં કામોમાં ઉપયોગ સહિત દોષ લગાડ્યા હોય તે ગુરુ આદિ સમક્ષ કહીને મિથ્યાદુકૃત આદિથી શુદ્ધ થાય તે “તદુભય પ્રાયશ્ચિત્ત.
૪. અશુદ્ધ, અકલ્પનીય તથા ત્રણ પહોરથી વધારે વખત રહેલ. -આહાર પરઠી દેવાથી શુદ્ધ થાય તે વિવેક પ્રાયશ્ચિત્ત.
પ. દુઃસ્વપ્નાદિનું પાપ કાયોત્સર્ગ કરવાથી દૂર થાય તે “કાત્ય પ્રાયશ્ચિત્ત”
૬. પૃથિવ્યાદિ સચિત્તના સંઘટાનું પાપ આયંબિલ ઉપવાસાદિ તપ કરવાથી દૂર થાય તે “તપ પ્રાયશ્ચિત્ત.”
૭. અપવાદ માર્ગ સેવન કરે, કારણવશાત્ જાણીબુઝીને દોષ લગાડે તે પાંચ દિન આદિને છેવ કરે એટલે દીક્ષાના સમયમાંથી કમી કરે તે છેદ પ્રાયશ્ચિત્ત.