________________
જેન તત્વ પ્રકાશ ૧. પહેલી પ્રતિજ્ઞામાં એક મહિના સુધી એક + દાત આહારની અને એક દાત પાણીની લે.
૨. બીજી પ્રતિજ્ઞામાં બે મહિના સુધી બે દાત આહારની, બે દાત પાણીની લે.
૩. ત્રીજી પ્રતિજ્ઞામાં ત્રણ મહિના સુધી ત્રણ દાત આહારની, ત્રણ દાત પાણીની લે.
૪. ચોથી પ્રતિજ્ઞામાં ચાર મહિના સુધી ચાર દાત આહારની, ચાર દાત પાણીની લે.
૫. પાંચમી પ્રતિજ્ઞામાં પાંચ મહિના સુધી પાંચ દાત આહારની, પાંચ દાત પાણીની લે.
૬. છઠ્ઠી પ્રતિજ્ઞામાં છ મહિના સુધી છ દાત આહારની, છ દાત પાણીની લે.
૭. સાતમી પ્રતિજ્ઞામાં સાત મહિના સુધી સાત દાત આહારની, સાત દાત પાણીની લે. ( ૮. આઠમી પ્રતિજ્ઞામાં ૭ દિન સુધી એકાંતર ચોવિહાર ઉપવાસ કરે; દિવસે સૂર્યની આતાપના લે, રાત્રે વસ્ત્ર રહિત રહે, રાત્રિના ચત્તે અથવા એક જ પડખાભેર સૂઈ રહે અગર કાઉસ્સગ્નમાં બેસી રહે. આ ત્રણ પૈકી કઈ પણ એક આસને સ્થિર રહે. દેવ, મનુષ્ય, તિર્યંચના ઉપસર્ગ આવે તે સહન કરે. પણ ચલિત થાય નહીં.
૪ સાધુએ વહોરાવતી વખતે એક વખતે જેટલું અન્નાદિ પાતરામાં પડે તે આહારની એક દાત અને પાણીની ધાર ખંડિત ન થાય ત્યાં સુધી પાણીની એક દાત ગણાય છે. અભિગ્રહ હેય તેથી વધુ દાત ન લેવાય, ઓછી લે તે હરકત નહીં,