________________
૧૪૬
જૈન તત્ત્વ પ્રકાશ ૨. કાળ-રાત્રે માર્ગીતિક્રમણ કરવાથી ત્રણ સ્થાવર જીવોની તથા રાત્રિમાં સદૈવ વરસી રહેલા સૂક્ષમ પાણીની રક્ષા થઈ શકતી નથી. તેથી સાધુ સૂર્યાસ્ત પહેલાં મકાન, વૃક્ષાદિ જે આશ્રયસ્થાન મળે ત્યાં રહી જાય. રાત્રે લઘુશંકાદિ માટે ગમનાગમન કરવાને પ્રસંગ પડે ત્યારે વસ્ત્રથી શરીરનું આચ્છાદન કરી, રજોહરણથી ભૂમિનું પ્રમાર્જન કરતે થકે દિવસે જોઈ રાખેલા સ્થાનમાં જઈ તત્કાળ સ્વસ્થાનમાં આવી જાય.
૩. માર્ગ-ઉન્માર્ગમાં ઉધઈ, કીડીનાં દર અને અસ્પૃશ્ય ભૂમિમાં સચેતપણું તેમ જ કાંટા કાંકરા હેવાથી જીવહિંસા થાય અને શરીરને બાધા પહોંચે તેથી ઉન્માર્ગમાં ગમનાગમન ન કરે,
૪. યતના-યતના ચાર પ્રકારે થાય છે? ૧. દ્રવ્યથી–નીચી દષ્ટિ રાખી ચાલે, ૨. ક્ષેત્રથી-દેહ પ્રમાણ [ ૧ ઘનુષ્ય) આગળ જે તે ચાલે, ૩. કાળથી-દિવસે જઈને અને રાત્રે પિજીને ચાલે,
૪. ભાવથી-રસ્તે ચાલતાં નીચે પ્રમાણે ૧૦ બોલ વજે. (રસ્તે ચાલતાં બીજા કામ કરવાથી ઉપયોગ-શૂન્યતાને લીધે બરાબર ચતના જળવાતી નથી.]
૧. શબ્દ-વાર્તાલાપ કરે નહીં, સાંભળે નહીં. ૨. રૂપ-શૃંગાર તમાસાદિ જુએ નહીં. ૩. ગંધ-કઈ વસ્તુ સૂવે નહીં. ૪. રસ-કઈ વસ્તુ ચાખે નહીં.
૫. સ્પશ-કમળ, કઠણ કે શીત ઉષ્ણાદિ સ્થાનમાં પરિણામ સ્થિર રાખે.
૬. વાચના-પઠન કરે નહીં. ૭. પૃચ્છના-પ્રશ્ન પૂછે નહીં. ૮. પરિવર્તના-શીખેલું ફરી ગોખે નહીં.