________________
૧૨૮
જૈન તત્વ પ્રકાશ સિદ્ધ કેવી રીતે થાય ? –અઢી દ્વીપમાં રહેલા, ૧૫ કર્મભૂમિનાં ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં મનુષ્ય કે જેમણે આઠે કર્મ ક્ષય. કર્યા હોય તે ઔદારિક, તેમ જ કામણ શરીરને સર્વથા ત્યાગીને જેમ. એરંડાનું બીજ ઉપરનું પડ તૂટવાથી ઉછળે છે તેમ જીવ, શરીર વિમુક્ત થવાથી મોક્ષ સુધી પહોંચે છે. જેમ પથ્થરથી બાંધેલ તુંબડું પાણીમાં ડૂબેલું હોય તે બંધન છૂટવાથી પાણીની ઉપલી સપાટીએ પહોંચે છે, તેમ કર્મબંધન છૂટવાથી ઉર્ધ્વગમન કરી જીવ સિદ્ધ ક્ષેત્રમાં સમશ્રેણીએ. એક સમયમાત્રમાં પહોંચી જાય છે. જેટલા આકાશ પ્રદેશને તે જીવે. અવગાહ્યા હોય તે સિવાયના અન્ય શ્રેણીના આકાશ પ્રદેશોને સ્પર્યા. વિના વાંકી ગતિરહિત સીધા મેક્ષમાં જાય છે.
સંસારાવસ્થામાં દૂધ અને પાણીની પેઠે આત્મપ્રદેશ અને કર્મપ્રદેશ મળેલા હોય છે. જ્યારે સિદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે કર્મ પ્રદેશ. ભિન્ન થઈ જાય છે અને કેવળ આત્મપ્રદેશ જ રહે છે. તે ઘનરૂપ બની જાય છે ત્યારે અહિંના શરીરથી ત્રીજો ભાગ કમ સિદ્ધ અવસ્થામાં આત્મપ્રદેશની અવગાહના રહે છે. જેમકે–અહીથી ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થયા છે તેમની ૩૩૩ ધનુષ્ય, ૨૨ અંગૂલની અવગાહના રહે છે. જે સાત હાથના શરીરવાળા સિદ્ધ થયા છે તેમની ૪ હાથ અને ૧૬ અંગૂલની અવગાહના રહે છે. અને જે બે હાથના વામન સંસ્થાનવાળા સિદ્ધ થયા છે તેમની ૧ હાથ ૮ અંગૂલની અવગાહના રહે છે. આ કે કમ અવગાહના, આત્મપ્રદેશોને ૧૪ મા ગુણસ્થાનમાં ઘન બનવાથી થાય કે તરત સિદ્ધ ગતિ ગમન થાય છે.
સિદ્ધના ૮ ગુણ–૧. પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થવાથી અનંત કેવળજ્ઞાન ગુણ પ્રગટ થયે છે, જેથી સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે છે. ' ૨. નવ પ્રકારનાં દર્શનાવરણીય કમને ક્ષય થવાથી અનંત કેવળદર્શન ગુણ પ્રગટ થયો છે જેથી સર્વ દ્રવ્યો દેખે છે.
૩. બંને પ્રકારનું વેદનીય કર્મક્ષય થવાથી નિરાબાધ (વ્યાધિ. વેદના રહિત) આત્મિક સુખને પ્રાપ્ત થયા છે.